<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

અમેરિકા જવા ઈચ્છુક પરિવાર માટે મોટો ઝાટકા સમાન નિર્ણય: US વિઝા નિયમોમાં મોટો ફેરફાર:હવે નાના ભૂલકાંઓ-બાળકોએ પણ ઇન્ટરવ્યૂમાં હાજર રહેવું પડશે

ઈન્ટરવ્યુ વેવર અને ડ્રોપબોક્સ સુવિધાના નિયમો કડક કરાયા: શિશુથી લઈને તમામ વયના બાળકો માટે કોન્સ્યુલેટમાં રૂબરૂ હાજરી ફરજિયાત બનતાં વાલીઓની ચિંતા વધાઈ

નવી દિલ્હી: અમેરિકા (US) જવાનું સ્વપ્ન સેવતા ભારતીય પરિવાર અને ખાસ કરીને નાના બાળકો ધરાવતા વાલીઓ માટે યુએસ એમ્બેસી તરફથી ખૂબ જ મહત્વના અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. યુએસ વિઝાના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જે મુજબ હવે તમામ વયના બાળકોએ વિઝા પ્રોસેસિંગ માટે ઈન્ટરવ્યુમાં રૂબરૂ હાજર રહેવું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે.
અત્યાર સુધી સામાન્ય રીતે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઇન્ટરવ્યૂ માફીની જોગવાઈ ઉપલબ્ધ હતી. ખાસ કરીને જે માતા-પિતા બંને પાસે પહેલેથી જ માન્ય યુએસ વિઝા હોય તેમના બાળકોના માત્ર દસ્તાવેજો સબમિટ કરીને વિઝા મેળવી શકતા હતા.
જો તમે તમારા બાળક માટે અમેરિકન વિઝાની અરજી કરી રહ્યા છો અથવા આગામી દિવસોમાં આયોજન કરી રહ્યા છો, તો નીચેની બાબતોનું ધ્યાન રાખવું. ઇન્ટરવ્યૂની તારીખ અને સમય નક્કી કરતી વખતે બાળક તમારી સાથે ઉપસ્થિત રહી શકે તે રીતે આયોજન કરો.
બાળકના તમામ જરૂરી દસ્તાવેજો (જેમ કે જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, DS-160 કન્ફર્મેશન પેજ વગેરે) સાથે રાખવાની સંપૂર્ણ તૈયારી રાખો.
વિઝા પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની અડચણ કે વિલંબથી બચવા માટે યુએસ એમ્બેસીના આ નિયમનું પાલન કરવું હવેથી દરેક ભારતીય વાલી માટે અનિવાર્ય રહેશે.

 

(5:52 PM IST)