<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

ઇન્ડોનેશિયામાં કુદરતનો પ્રકોપ: ૭.૭ ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી ધરા ધ્રૂજી ઊઠી: ૫૭ લોકોના મોતથી ભારે ખુવારી

ઈમારતો જમીનદોસ્ત અને હાહાકાર: સુનામીની દહેશત વચ્ચે હજારો લોકો બેઘર:કાટમાળ નીચે હજુ પણ અનેક લોકો દબાયા હોવાની આશંકાથી બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

નવી દિલ્હી: કુદરતી હોનારતો માટે સંવેદનશીલ ગણાતા દેશ ઇન્ડોનેશિયામાં અતિ વિનાશક અને કાળજું કંપાવી દેનારો ભૂકંપ ત્રાટક્યો છે. રિએક્ટર સ્કેલ પર ૭.૭ ની પ્રચંડ તીવ્રતા ધરાવતા આ શક્તિશાળી આંચકાથી સમગ્ર વિસ્તારની ધરા ધ્રૂજી ઊઠી હતી. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં ગંભીર રીતે ઘવાયેલા ૫૭ લોકોના કરૂણ મોત નિપજ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે.
સુનામી આવવાની પૂરી સંભાવના દેખાતાં સરકારે સુનામી એલર્ટ જાહેર કરવામાં આવી છે. સાથે ઉત્તર સુમાત્રાના જ ટાપુ ફલોરેસમાં સેંકડો લોકોને સમુદ્રતટથી અંદર ઉંચાઈવાળા વિસ્તારોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
ઈન્ડોનેશિયાની મીટીઓરોલોજી કલાઈમેટોલોજી એન્ડ જીયો ફીઝીક્સ એજન્સીના ડીરેક્ટર વિજયાન્તોએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઈસ્ટ-નુસા તેંગ્ગારા, સાઉથ સુલાવેસી અને વેસ્ટ નુસા તેંગ્ગારા વિસ્તારોમાં ઘણું નુકસાન થયું છે.
તેમજ સુનામી એલર્ટ પણ જાહેર કરવામાં આવી છે. હોસ્પિટલ કસ્ટમર સર્વિસના અધિકારી બોતરે જણાવ્યું હતું કે બધું અચાનક જ બની રહ્યું. બધું જ ધુ્રજવા લાગ્યું. પેશન્ટસ પણ નાસવા લાગ્યા. દિવાલોમાં તિરાડો પડતી દેખાતી હતી.
ઈન્ડોનેશિયા અને આસપાસના વિસ્તારોમાં ધરતીકંપો સામાન્ય છે કારણ કે તે પેસિફિકની રિંગ ઓફ ફાયર વિસ્તારમાં છે. તે ચીલીથી શરૂ કરી દ. અમેરિકાના તટથી ઉત્તર અમેરિકાના તટ ઉપર થઈ કપુરાઈલા ટાપુઓથી જમીનમાં ઉતરે છે. ત્યાંથી તેનો ફાંટો ઈન્ડોનેશિયામાં જાય છે ત્યાંથી ઓસ્ટ્રેલિયાની પૂર્વે અને ન્યુઝીલેન્ડમાં જાય છે.આ રિંગ ઓફ ફાયરમાં ઈન્ડોનેશિયા આવેલું હોય ત્યાં વારંવાર ધરતીકંપો થાય છે જવાળામુખીઓ પણ ફાટે છે.

 

(5:55 PM IST)