તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સેક્ટરમાં મોટો ધડાકો: એન્થ્રોપિક ની આવક ૨૦૨૮ સુધીમાં આશરે ₹૧૯.૧ લાખ કરોડ પહોંચવાનો અંદાજ
જનરેટિવ AI ટૂલ્સ અને ક્લોડની વધતી લોકપ્રિયતાથી આવકમાં રોકેટ ગતિએ ઉછાળો: માઇક્રોસોફ્ટ અને ઓપનએઆઈને ટક્કર આપવા એન્થ્રોપિકની આક્રમક યોજના

નવી દિલ્હી: દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે ચાલી રહેલી રેસ વચ્ચે AI સ્ટાર્ટઅપ 'એન્થ્રોપિક' (Anthropic) ને લઈને એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. નાણાકીય નિષ્ણાતો અને માર્કેટ પ્રોજેક્શન મુજબ, આગામી વર્ષ ૨૦૨૮ સુધીમાં એન્થ્રોપિકની વાર્ષિક આવક કુદકેને ભૂસકે વધીને આશરે ₹૧૯.૧ લાખ કરોડ (આશરે ૨૩૦ અબજ ડોલર) ના સ્તરે પહોંચી જવાની પ્રબળ સંભાવના છે.
એન્થ્રોપિકના સંભવિત આઈપીઓ પહેલા કંપનીની આવકનો અંદાજ સામે આવ્યો છે. અહેવાલ મુજબ, એન્થ્રોપિકે ૨૦૨૮માં આવકનો અંદાજ આશરે ૨૦૦ અબજ ડોલરનો મૂક્યો છે. હાલના ડોલર રેટ પ્રમાણે આ રકમ આશરે રૂ. ૧૯.૧ લાખ કરોડ થાય છે. એન્થ્રોપિકે મે ૨૦૨૬માં જણાવ્યું હતું કે, તેની રેવેન્યુ રન રેટ ૪૭ અબજ ડોલરને પાર પહોંચી છે. ચેટજીપીટી દર મહિને ૨ અબજ ડોલરની કમાણી કરી રહી છે. જે વાર્ષિક ૨૪ અબજ ડોલરની કમાણી દર્શાવે છે. માઈક્રોસોફ્ટની એઆઈ બિઝનેસ રન રેટ ૩૭ અબજ ડોલરને પાર પહોંચી છે. જે એક વર્ષમાં ૧૨૩ ટકાનો ઉછાળો દર્શાવે છે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટને પણ એઆઈ બિઝનેસને કારણે ફાયદો થઈ રહ્યો છે. ગૂગલ કલાઉડમાં એન્ટરપ્રાઈઝ એઆઈ સર્વિસ અને એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની માંગ વધી રહી છે. આંકડા સાબિત કરી રહ્યા છે કે, એઆઈ બૂમથી કંપનીઓ રેકોર્ડ કમાણી કરી રહી છે.
(6:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
