તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th August 2026
રશિયાનો ખારકીવ પર ભયાનક બોમ્બમારોઃ અનેક બિલ્ડિંગો જમીનદોસ્ત:૧૦ ના મોતઃ ૧૭ લોહીલુહાણ
યુક્રેનના ખારકીવમાં મિસાઈલો અને ડ્રોન વડે તબાહીનો મંજરઃ રશિયન દળોએ રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ બનાવી મચાવ્યો તાંડવઃ પુતિનના આ આક્રમક હુમલાથી ઝેલેન્સ્કી લાલઘૂમ:'ઈંટનો જવાબ પથ્થરથી આપવાની' આપી આકરી ચીમકી

નવી દિલ્હી : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું ભયાનક યુદ્ધ હવે વધુ હિંસક અને વિનાશક બનતું જઈ રહ્યું છે! રશિયન સેનાએ યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખારકીવ પર ઓચિંતો અને અત્યંત ભીષણ મિસાઈલ હુમલો કરીને ભારે તબાહી મચાવી દીધી છે. આ ભયાનક બોમ્બમારામાં અનેક બહુમાળી ઈમારતો અને રહેણાંક મકાનો ક્ષણભરમાં જમીનદોસ્ત થઈ ગયા છે! આ ધડાકામાં ૧૦ નિર્દોષ લોકોના સ્થળ પર જ દર્દનાક મોત નીપજ્યા છે, જ્યારે ૧૭ થી વધુ લોકો ગંભીર રીતે લોહીલુહાણ થતાં સમગ્ર વિસ્તારમાં ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ છે!
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી(Volodymyr Zelenskyy)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે, રશિયન સેનાએ સવારના સમયે પેચેનીહી ગામના એક વ્યસ્ત ચાર રસ્તાને નિશાન બનાવ્યો હતો. આ વિસ્તારમાં રહેણાંક મકાનો ઉપરાંત પોસ્ટ ઑફિસ અને અનેક દુકાનો આવેલી હતી. તેમણે હુમલા બાદની તસવીરો પણ શેર કરી હતી, જેમાં ક્ષતિગ્રસ્ત ઈમારતો, આગની લપેટમાં આવેલાં વાહનો અને ઘાયલોને સ્ટ્રેચર પર લઈ જતા બચાવકર્મીઓ જોવા મળે છે.આ ઘાતક હુમલા બાદ રાષ્ટ્રપતિએ આકરી પ્રતિક્રિયા આપતાં સ્પષ્ટ કર્યું હતું કે યુક્રેન આ હુમલાનો યોગ્ય જવાબ જરૂર આપશે. ખારકીવ ક્ષેત્રના ગવર્નર ઓલેહ સિનીહુબોવ(Oleh Syniehubov)ના જણાવ્યા અનુસાર, મિસાઇલ હુમલામાં 17 લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત 10 ખાનગી મકાનો, એક કાફે, એક પોસ્ટ ઑફિસ, એક દુકાન અને ઓછામાં ઓછાં 7 વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. ઘટનાસ્થળે ઈમરજન્સી ટીમોએ પહોંચીને કાટમાળમાંથી લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. યુક્રેનના પ્રોસિક્યુટર જનરલની કચેરીના પ્રાથમિક અહેવાલો મુજબ, રશિયાએ આ હુમલા માટે બે નાની બેન્ડેરોલ ક્રૂઝ મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો. આ મિસાઇલો સીધી ગામના કેન્દ્રિય ભાગમાં આવીને પડી હતી. જોકે, આ હુમલા અંગે રશિયા તરફથી તાત્કાલિક કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
