તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th August 2026
બાળકોના હાથમાં AI સુરક્ષિત: ChatGPTમાં આવ્યું નવું પેરેન્ટલ ફીચર: મમ્મી-પપ્પાનું ટેન્શન ગાયબ
કિડ્સ સેફ્ટી કન્ટ્રોલથી ખોટી કે અયોગ્ય સામગ્રી પર વાગશે બ્રેકઃ વાલીઓ પોતાના ફોનમાંથી જ કરી શકશે કડક નજરઃ ઓપનએઆઈના નવા ધડાકાથી બાળકો હવે બેફિકર થઈને કરી શકશે સ્માર્ટ ભણતર

નવી દિલ્હી : આજના આધુનિક સ્માર્ટ યુગમાં નાના બાળકોથી માંડીને મોટેરાઓ સુધી દરેક વ્યક્તિ ઈન્ટરનેટ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ બાળકો AI નો ઉપયોગ કરતી વખતે કોઈ અયોગ્ય કે હિંસક માહિતી તરફ ન વળી જાય તે બાબતે વાલીઓ સતત ચિંતામાં રહેતા હતા. પરંતુ હવે વાલીઓ માટે મસમોટા રાહતના સમાચાર આવ્યા છે! ChatGPT બનાવતી વિખ્યાત કંપની OpenAI એ બાળકો માટે ખાસ સુરક્ષિત અને પેરેન્ટલ કન્ટ્રોલ ધરાવતું નવું સ્પેશિયલ ફીચર લોન્ચ કરી દીધું છે!
‘ChatGPT for Teens’ મોડલ 13થી 17 વર્ષની વયજૂથમાં રજીસ્ટ્રેશન કરાવનાર તમામ યુઝર્સ માટે આપમેળે સક્રિય થઈ જશે. આ ઉપરાંત, કંપની તેના યુઝર્સના ઉપયોગની રીત અથવા એકાઉન્ટની ઉંમર પરથી અંડરએજ યુઝરની ઓળખ કરીને પણ આ મોડ સક્રિય કરી શકે છે. સગીરોના ખાતાઓ માટે સેલ્ફ-હાર્મ, હિંસા, ઇટિંગ ડિસઓર્ડર્સ અને ગ્રાફિક સેક્સ્યુઆલિટી સંબંધિત કન્ટેન્ટ પરના જે પ્રતિબંધો અગાઉથી અમલમાં હતા, તે તમામ સેફગાર્ડ્સ આ નવા મોડલમાં પણ યથાવત અને વધુ મજબૂત રીતે લાગુ રહેશે.
નવા ટીન મોડનું લોન્ચિંગ એવા સમયે થયું છે જ્યારે OpenAI ભારે કાનૂની અને નિયમનકારી દબાણનો સામનો કરી રહી છે. કંપની વિરુદ્ધ ગેરકાયદે મૃત્યુ સંબંધિત અનેક કેસો દાખલ થયેલા છે. જેમાં 16 વર્ષીય એડમ રેનના માતા-પિતા દ્વારા દાખલ કરાયેલા કેસનો પણ સમાવેશ થાય છે, જેમણે કથિત રીતે ChatGPT દ્વારા સૂચવેલી પદ્ધતિઓનો ઉપયોગ કરીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાઓ વચ્ચે, યુએસ ફેડરલ ટ્રેડ કમિશન એ ડિજિટલ સાથી તરીકે કામ કરતા AI ચેટબોટ્સ દ્વારા બાળકો અને કિશોરો પર ઊભા થતાં સંભવિત જોખમોને લઈને વ્યાપક તપાસ શરૂ કરી છે.
(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
