News of Wednesday, 19th August 2026
ફોટોઝમાં મોઢા ઓળખી લેવાના ચક્કરમાં એપલ ફસાયું: યુઝર્સની પ્રાઈવસી સામે ખતરો ઊભો કરવાનો સનસનાટીભર્યો કેસ દાખલ
વગર મંજૂરીએ કરોડો લોકોના ચહેરાના ડેટા સ્કેન કરી ભેગા કરવાનો મસમોટો આક્ષેપઃ આઈફોનના ‘Photos’ એપમાં ફેસ રેકગ્નિશન ફીચર સામે ટેક વર્લ્ડમાં વિવાદનો ભડકોઃ એપલ કંપની પાસે કરોડો ડોલરનો દંડ વસૂલવા ગ્રાહકો કોર્ટમાં પહોંચ્યા

નવી દિલ્હી :દુનિયાની સૌથી મોટી પ્રીમિયમ સ્માર્ટફોન કંપની ‘એપલ’ (Apple) પોતાના સિક્યોરિટી અને પ્રાઈવસીના મોટા-મોટા દાવાઓ માટે જાણીતી છે, પરંતુ હવે આ જ એપલ કંપની મસમોટી આફતમાં ફસાઈ ગઈ છે! આઈફોન (iPhone) ના ‘Photos’ એપમાં યુઝર્સની પરવાનગી વગર લોકોના ચહેરા ઓળખવા (Face Recognition Technology) મુદ્દે એપલ સામે કાનૂની જંગ છેડાઈ ગયો છે! ગ્રાહકોની ગુપ્તતા અને બાયોમેટ્રિક ડેટા સાથે ચેડાં કરવાનો આરોપ મૂકીને કંપની સામે અદાલતમાં ક્લાસ-એક્શન કેસ ઠોકી દેવામાં આવ્યો છે!
કેસની વિગતો કંઈક એવી છે કે માર્ચ ૨૦૨૦માં એપલના દસેક યૂઝરે એપલ ફોટોઝમાંનું એક ફીચર અમેરિકાના ઇલિનોઇ સ્ટેટના બાયોમેટ્રિક ઇન્ફર્મેશન પ્રાયવસી એક્ટનો ભંગ કરતું હોવાનો આક્ષેપ કર્યો. આ કાયદા મુજબ એ સ્ટેટના નાગરિકોને તેમની મંજૂરી વિના તેમની બાયોમેટ્રિક ઇન્ફર્મેશન ક્લેક્ટ ન કરવામાં આવે તથા તેઓ ઇચ્છે તો આવી મંજૂરી આપે જ નહીં એવો અધિકાર છે. એપલના યૂઝર્સનો આક્ષેપ હતો કે એપલની ફોટોઝ સર્વિસમાં લોકોના ચહેરા ઓળખીને તેને ગ્રૂપ કરવાની જે સગવડ છે તે આ કાયદાનો ભંગ કરે છે! તમે જાણતા જ હશો કે ગૂગલ ફોટોઝ એપમાં પણ આવી સગવડ છે. મેટા કંપની સામે પણ આ જ પ્રકારના ફીચરને કારણે અગાઉ કેસ થઈ ચૂક્યો છે. હવે આ આખી વાત એપલના ફક્ત દસેક યૂઝર પૂરતી સીમિત રહી નથી. એપલની ફોટોઝ સર્વિસનો ઉપયોગ કરતા લગભગ ૬૫ લાખ લોકોને આ કેસમાં ફરિયાદી બનાવવામાં આવ્યા છે અને એપલ વિરુદ્ધ ચૂકાદો આવે તો કંપનીએ આ તમામ લોકોને વળતર ચૂકવવું પડશે!
(5:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
