<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

ચીનનું વધુ એક મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન 'ચાંગ-ઇ-7' આગામી ૨૪ ઓગસ્ટે થશે લોન્ચ: સાઉથ પોલ પર શોધખોળ તેજ કરશે

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર બરફ અને ખનિજોની શોધ માટે રવાના થશે હાઇ-ટેક યાન: વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા અવકાશી રહસ્યો પરથી પડદો ઉંચાકાશે

નવી દિલ્હી :ડ્રેગન કન્ટ્રી ચીન અંતરિક્ષ સંશોધનમાં વધુ એક મોટું પરાક્રમ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું છે. ચીનનું અત્યંત મહત્વાકાંક્ષી અને હાઇ-ટેક ચંદ્ર મિશન 'ચાંગ-ઇ-7' (Chang'e-7) આગામી ૨૪ ઓગસ્ટના રોજ સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવશે. આ મિશનનો મુખ્ય હેતુ ચંદ્રના સૌથી રહસ્યમય અને જટિલ એવા દક્ષિણ ધ્રુવ (South Pole) વિસ્તાર પર પહોંચીને ત્યાંના ભૌગોલિક અને વૈજ્ઞાનિક રહસ્યોને ઉજાગર કરવાનો છે.
ચાંગ-ઇ-૭માં ઘણા યાન સામેલ છે. તેમા એક ઓર્બિટર, લેન્ડર, રોવર અને એક નાનો મેપિંગ પ્રોબ હશે. આ બધા ભેગા મળીને ચંદ્રના દક્ષિણ ધુ્રવની જુદી-જુદી જગ્યાઓની તપાસ કરશે. અહીં ખાસ વાત એ છે કે હોપિંગ પ્રોબ તે ખાડાઓમાં જવાનો પ્રયત્ન કરશે જ્યાં સૂરજનો પ્રકાશ પહોંચતો નથી. વૈજ્ઞાનિકોને આશા છે કે આ સ્થળોએ પાણી બરફના સ્વ:પમાં મળી શકે છે. ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર ઘણા ઊંડા ખાડા છે. તેમા કેટલાક સ્થળો પર સૂરજનો પ્રકાશ ક્યારેય પહોંચતો નથી. તેથી અહીં તાપમાન ઘણું ઓછું હોય છે. આવા ઠંડા સ્થળો પર પાણી બરફના સ્વ:પમાં ઘણા સમય સુધી જમા રહી શકે છે. ચીન તેથી જ આ વિસ્તારમાં પાણીને શોધવા માંગે છે. આ મિશનમાં ચંદ્રની માટી, સપાટી અને ત્યાંના વાતાવરણ અંગે પણ જાણકારી મેળવશે. વૈજ્ઞાનિક તે સમજવાનો પ્રયત્ન કરશે કે ચંદ્રના આ હિસ્સામાં પાણી અને બીજા પદાર્થ ક્યાં કેટલા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ચાંગ-ઇ-૭ હોપિંગ પ્રોબ મિશનનો ખાસ હિસ્સો છે. તે પૈડાવાળા રોવરની જેમ ફક્ત જમીન પર ચાલવાના બદલે નાના મોટા ઉછાળ દ્વારા આગળ વધી શકે છે. તેની મદદથી તે જગ્યાએ તપાસ કરવાનો પ્રયત્ન થશે જ્યાં સામાન્ય રોવરની પહોંચ મુશ્કેલ છે. મિશનનું રોવર ચંદ્રની સપાટી પર ફરીને તેની માટી અને જમીનની તપાસ કરશે. લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરીને વૈજ્ઞાનિક ઉપકરણોથી તપાસ કરશે. જ્યારે ઓર્બિટર ચંદ્રની ચારેય બાજુ ફરતા ઉપરની તસ્વીરો અને બીજી જરુરી જાણકારી એકત્રિત કરશે.

 

(6:04 PM IST)