<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું વધુ મુશ્કેલ બનશે: ૧૮ સપ્ટેમ્બરથી નવા આકરા નિયમો લાગુ થશે

ટ્રમ્પ તંત્ર દ્વારા ઇમિગ્રેશન નીતિઓ વધુ કડક કરાઈ: એપ્લિકેશન પ્રોસેસિંગ અને બેકગ્રાઉન્ડ ચેકિંગના નિયમોમાં ફેરફારથી ભારતીય આઈટી વ્યાવસાયિકોની ચિંતા વધી

નવી દિલ્હી :અમેરિકામાં સ્થાયી થવાનું અને પરમેનન્ટ રેસિડન્સી (ગ્રીન કાર્ડ) મેળવવાનું સપ્ના સેવતા લાખો ભારતીયો સહિત વિદેશી નાગરિકો માટે મોટા માઠા સમાચાર સામે આવ્યા છે. યુએસ ઇમિગ્રેશન વિભાગ દ્વારા ગ્રીન કાર્ડ આપવાની પ્રક્રિયાને વધુ જટિલ અને કડક બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ નવા સંશોધિત નિયમો આગામી ૧૮ સપ્ટેમ્બરથી સત્તાવાર રીતે અમલમાં આવી જશે, જેના કારણે ગ્રીન કાર્ડ માટેનો રાહ જોવાનો સમયગાળો વધુ લાંબો થઈ શકે છે.
યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝ (યુએસસીઆઈએસ)નો નવો નિયમ ૧૮મી સપ્ટેમ્બરથી અમલમાં આવશે અને તે સીધો ભારતીય ગ્રીન કાર્ડધારકોને ફટકો મારશે. અગાઉના નિયમમાં ફક્ત બે પ્રકારના જ જાહેર ફાયદાના માપદંડના આધારે ગ્રીન કાર્ડની અરજી નકારવામાં આવતી હતી. તેમા આવક જાળવવા રોકડ સહાય અને સરકારી ખર્ચે લાંબા સમયગાળા સુધી સંસ્થાકીયકરણના આધારે ગ્રીન કાર્ડની અરજી નકારી કાઢી હતી. જ્યારે હવે નવા નિયમમાં યુએસસીઆઈએ ઓફિસર પાંચ માપદંડના આધારે ગ્રીન કાર્ડની અરજી નકારી શકે છે. આ સિવાય પણ જો તેને બીજા કોઈ પરિબળો આ માટે પ્રસ્તુત લાગતા હોય તો તેના હેઠળ પણ ગ્રીન કાર્ડ આપવાનો ઇન્કાર કરી શકે છે. આ માપદંડોમાં આવક જાળવવા રોકડ સહાય, હાઉસિંગ આસિસ્ટન્સ, ફૂડ સ્ટેમ્પ્સ, કોલેજ માટે નાણાકીય સહાય કે બીજા કોઈ ફાયદાનો સમાવેશ થાય છે. આ ગાઇડન્સ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીઝે ૨૦૨૨માં બાઇડેનના સમયમાં પબ્લિક ચાર્જ રેગ્યુલેશનનો નિર્ણય બદલ્યો હતો તેના પછીના પગલાંના સ્વ:પમાં લેવાયો છે. તેના અંગેનો અંતિમ નિયમ ૧૬ જુલાઈએ જાહેર થયો હતો અને ૨૦ જુલાઈના રોજ ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત થયો હતો. તે કાયમી નાગરિકત્વ મેળવવા માંગનારાઓના ફોર્મ્સ આઇ-૪૮૫ પર અથવા તો ૧૮ સપ્ટેમ્બર કે તેના પછી સુપ્રદ કરવામાં આવેલા સ્ટેટસના એડજસ્ટમેન્ટને પણ લાગુ પડશે.

 

(6:05 PM IST)