હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઇરાનનો મોટો પ્લાન: યુરોપમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો અને સ્થળો પર હુમલો કરવાની તૈયારીઓ તેજ કરી
મધ્યપૂર્વની સળગતી સ્થિતિ વચ્ચે યુરોપમાં પણ યુદ્ધના વાદળો: અમેરિકી સંપત્તિઓ અને એમ્બેસીઓને નિશાન બનાવવા ઇરાન સ્લીપર સેલ્સ સક્રિય કરી રહ્યું હોવાનો પશ્ચિમી એજન્સીઓનો દાવો

નવી દિલ્હી :મધ્યપૂર્વ (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા ભીષણ તણાવ વચ્ચે હવે આ વૈશ્વિક મહાયુદ્ધનો વ્યાપ યુરોપ સુધી પહોંચવાની ભયાનક આશંકાઓ સેવાઈ રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઇરાન દ્વારા યુરોપીય દેશોમાં સ્થિત અમેરિકી સૈન્ય મથકો, રાજદ્વારી કાર્યાલયો (એમ્બેસી) અને વ્યૂહાત્મક સ્થળો પર મોટા પાયે હુમલા કરવાની ગુપ્ત તૈયારીઓ કરવામાં આવી રહી હોવાનો ધમાકેદાર ખુલાસો થયો છે.
ઇરાને આ યુદ્ધને અત્યાર સુધીમાં ફક્ત મધ્યપૂર્વ સુધી જ સીમિત રાખ્યું હતું. અમેરિકન હુમલાનો જવાબ ઇરાન દુબઈ, કુવૈત જેવા સ્થળો પર હુમલા કરીને આપતું હતું, પરંતુ ઇરાન હવે આ યુદ્ધને ફક્ત મધ્યપૂર્વ પૂરતુ મર્યાદિત ન રાખતા યુરોપ સુધી લઈ જવા પર ગંભીર રીતે વિચારી રહ્યુ છે અને તેની તૈયારીમાં પણ લાગી ગયું છે. ઇરાનની સરકારના બે નજીકના લોકોને ટાંકીને બ્રિટિશ અખબારે જણાવ્યું હતું કે ઇરાનનું લશ્કર દક્ષિણ-પૂર્વી યુરોપના દેશોમાં અમેરિકના લશ્કરના કેન્દ્રો પર હુમલા કરી શકે છે. તેમા બલ્ગેરિયાનો પણ સમાવેશ થાય છે. બલ્ગેરિયાએ ગયા મહિને જ અમેરિકાના રીફ્યુલિંગ એરક્રાફ્ટ માટે પોતાના બેજમર એરબેઝનો ઉપયોગ કરવા મંજૂરી આપી હતી. એક સૂત્ર મુજબ સાઇપ્રસને પણ અમેરિકાના નવા હુમલાની સ્થિતિમાં ઇરાનનું સંભવિત લક્ષ્યાંક માનવામાં આવી રહ્યું છે. સાઇપ્રસમાં માર્ચમાં એક બ્રિટિશ એરબેઝ પર ડ્રોનથી હુમલો થયો હતો. અહેવાલમાં કહેવાયું છે કે ઇરાનના લશ્કરે અલગથી હોર્મુઝની ખાડીમાં નીચે ફાઇબર ઓપ્ટિક કેબલને નિશાન બનાવવાની સંભાવનાની ચકાસણી કરી છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે જો ટ્રમ્પ ઇરાની ઇન્ફ્રાસ્ટ્રકચર પર હુમલો કરવાની ધમકીઓ પર કાયમ રહે છે તો ઇરાન યુદ્ધમા વધુ આગળ આકરી કાર્યવાહી કરવાના અકલ્પનીય વિકલ્પો તૈયાર કરી રહ્યું છે.તેમા યુરોપમાં હુમલો કરવો તે મહત્ત્વનો વિકલ્પ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
