<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

૬ વર્ષની ટૂંકી AI કારકિર્દી અને ખરીદ્યો ૬૭૦ કરોડ રૂપિયાનો આલીશાન બંગલો

માત્ર ૬ વર્ષની ટૂંકી કારકિર્દીમાં સફળતાના શિખરે પહોંચીને આલીશાન લાઇફસ્‍ટાઇલ : જીવવાનું સપનું એક સોફટવેર ડેવલપરે હકીકતમાં સાર્થક કરી બતાવ્‍યું

કેલિફોર્નિયા,તા.૨૧: માત્ર ૬ વર્ષની ટૂંકી કારકિર્દીમાં સફળતાના શિખરે પહોંચીને આલીશાન લાઇફસ્‍ટાઇલ જીવવાનું સપનું એક સોફટવેર ડેવલપરે હકીકતમાં સાર્થક કરી બતાવ્‍યું છે. ચીનમાં જન્‍મેલા આર્ટિફિશ્‍યલ ઇન્‍ટેલિજન્‍સ (AI)ના સંશોધક અને સોફટવેર ડેવલપર ટોની યુહુઆઇ વુએ કેલિફોર્નિયાની સિલિકોન વેલી નજીક આવેલાં હિલ્‍સબરોમાં ૧૨ એકરમાં ફેલાયેલો અત્‍યંત આલીશાન બંગલો ‘વિલા દે વેરાનો' ૭૦ મિલ્‍યન ડોલર એટલે કે ૬૭૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

 

(3:04 PM IST)