<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

‘ઈસ્લામિક નાટો’ બનાવી ભારતને ઘેરવાનું મસમોટું આંતરરાષ્ટ્રીય કાવતરું: પાકિસ્તાન અને તુર્કીયે બાદ હવે આ પડોશી દેશ પણ હાથ મિલાવે તેવા ભયાનક સંકેત

ભારત સરહદે નવું ગઠબંધન રચવાનો ખતરનાક ખેલ: ડ્રેગનના ઈશારે મુસ્લિમ દેશોનું સૈન્ય જૂથ બનાવવાનો તખ્તો તૈયારઃ પાકિસ્તાન-તુર્કીયે સાથે બાંગ્લાદેશ પણ જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઃ હિંદ મહાસાગરમાં ભારતની ઘેરાબંધી કરવા માટે ઈસ્લામાબાદ-અંકારાની નાપાક ચાલઃ ભારતીય એજન્સીઓ અને સંરક્ષણ મંત્રાલય એલર્ટ મોડ પર

નવી દિલ્હી: દક્ષિણ એશિયા અને મધ્ય પૂર્વના રાજકારણમાં એક ભયાનક અને સનસનાટીભર્યા અહેવાલે ભારતની સુરક્ષા એજન્સીઓના કાન સરવા કરી દીધા છે! ભારતને ચારેય તરફથી ઘેરવા અને વૈશ્વિક મંચ પર નબળું પાડવા માટે ‘ઈસ્લામિક નાટો’ (Islamic NATO) જેવું એક નવું સૈન્ય ગઠબંધન ઊભું કરવાનું ખતરનાક કાવતરું રચાઈ રહ્યું છે. અત્યાર સુધી આ નાપાક ખેલમાં પાકિસ્તાન અને તુર્કીયે (Turkey) મુખ્ય ભૂમિકામાં હતા, પરંતુ હવે ભારતના જ એક મહત્વના પડોશી દેશ (બાંગ્લાદેશ/અન્ય) પણ આ જૂથમાં હાથ મિલાવે તેવા ચોંકાવનારા સંકેતો મળી રહ્યા છે!
પાકિસ્તાન બાદ હવે ભારતનો વધુ એક પડોશી દેશ 'ઇસ્લામિક નાટો'માં જોડાઈ શકે છે. બાંગ્લાદેશે તાજેતરમાં એવો ઈશારો આપ્યો હતો કે, તે સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે થયેલા નવા સંરક્ષણ કરારમાં સામેલ થવાના પોતાના વિકલ્પો ખુલ્લા રાખી રહ્યું છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગને લઈને બંને દેશો વચ્ચે તણાવ છે. વડાપ્રધાન તારિક રહેમાનના સલાહકાર તરફથી આવેલું આ નિવેદન ભારતનું ટેન્શન નિશ્ચિતપણે વધારી શકે છે.
આ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીએ 'મક્કા જોઈન્ટ ડિફેન્સ એગ્રીમેન્ટ'નો પાયો નાખ્યો હતો. આ સંરક્ષણ કરારની સૌથી મોટી અને મહત્ત્વની વિશેષતા એ છે કે આ 3 માંથી કોઈપણ એક દેશ પર હુમલો થશે તો તેને ત્રણેય દેશો પર થયેલો હુમલો માનવામાં આવશે. ચર્ચા છે કે આ કરારમાં અન્ય મુસ્લિમ દેશો પણ જોડાઈ શકે છે, જેથી તેને 'ઇસ્લામિક નાટો' નામ આપવામાં આવી રહ્યું છે. વિદેશ બાબતોના સલાહકાર હુમાયુ કબીરે આ કરાર અંગે જણાવ્યું હતું કે, બદલાતા વૈશ્વિક પરિદ્રશ્ય અને પોતાની જરૂરિયાતોના આધારે બાંગ્લાદેશ આ ગઠબંધનમાં સામેલ થવા પ્રત્યે સકારાત્મક વલણ ધરાવે છે. જોકે, કેટલાક નિષ્ણાતો માને છે કે આ ગઠબંધનને નાટો કહેવું યોગ્ય નથી કારણ કે આમાં દરેક દેશ પોતાના હિત સાધી રહ્યો છે અને તેમની પાસે હાલ કોઈ સમાન લક્ષ્ય નથી.

 

(5:39 PM IST)