તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st August 2026
પાકિસ્તાનમાં ૬૦ કલાકમાં તુર્કી-ચીનના વિમાનોએ ડ્રોનનો જંગી જથ્થો ઉતાર્યો: ભારતીય સરહદે મસમોટી આકાશી ઘેરાબંધીનું ભયાનક ષડયંત્ર
ડ્રેગન અને અંકારાનો ઈસ્લામાબાદ સાથે કાળો કારસો: રાવલપિંડી અને કરાચી એરબેઝ પર મિલિટ્રી ટ્રાન્સપોર્ટ પ્લેનોનો જમાવડોઃ હજારો સુસાઈડ અને કિલર ડ્રોન્સ રવાના કરાયાઃ ‘ઈસ્લામિક નાટો’ના નાપાક પ્લાન હેઠળ ઈસ્લામાબાદમાં હથિયારોનો ખડકલોઃ ભારતની રો અને સેના હાઈએલર્ટ પર

નવી દિલ્હી :ભારતની પડોશમાં કાળો ડિબાંગ ખતરો મંડરાઈ રહ્યો હોય તેવા સનસનાટીભર્યા અને ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે! પાકિસ્તાનમાં છેલ્લા ૬૦ કલાકની અંદર તુર્કીયે અને ચીન (ડ્રેગન)ના વિમાન ગુપ્ત રીતે ઉતરાણ કરીને ઘાતક અને અદ્યતન ડ્રોનનો મસમોટો જથ્થો ખાલી કરી રહ્યા છે! ભારતીય સીમા નજીક અને પાકિસ્તાની સૈન્ય એરબેઝ પર આકાશી રસ્તે પહોંચાડવામાં આવી રહેલા હથિયારોના આ જંગી જથ્થાથી સરહદ પર ભારે તંગદિલી અને ખળભળાટ મચી ગયો છે!
ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાને કારમા પરાજયનો સામનો કરવા છતાં આર્મી ચીફ આસિમ મુનીરે પાકિસ્તાની સેના અને સરકાર પર પોતાની પક્કડ મજબૂત કરતાં ફિલ્ડ માર્શલ બની ગયા હતા. હવે આસિમ મુનીરને કાયદાકીય રૂપે ત્રણે સેનાના પ્રમુખ બનાવવા તથા આર્મી, નેવી અને એરફોર્સના કમાન્ડ અને કંટ્રોલ આપવા માટે પાકિસ્તાની સંસદે ગુરુવારે ડિફેન્સ ફોર્સીસ ઓફ પાકિસ્તાન એક્ટ ૨૦૨૬ને બંને ગૃહોમાં પસાર કરી દીધો છે. આ કાયદા હેઠળ હવે પાકિસ્તાની સશસ્ત્ર સેનાના મુખ્યાલયને ડિફેન્સ ફોર્સીસ હેડક્વાર્ટર કહેવાશે, જેમાં ત્રણે સેનાના પ્રમુખ ફિલ્ડ માર્શલ આસિમ મુનીર બેસશે. પાકિસ્તાનમાં નાગરિક સરકાર પર આર્મીનું પ્રભુત્વ વધ્યું છે ત્યારે ભારત માટે મુશ્કેલી ઊભી થઈ છે. આ સંજોગોમાં ફિલ્ડ માર્શલ આસિમ મુનીરની સત્તામાં વધારો ભારત માટે જોખમી સાબિત થઈ શકે છે. આ ઘટનાક્રમ વચ્ચે પાકિસ્તાનમાં ૬૦ કલાકમાં ચીન અને તૂર્કીના જંગી સૈન્ય પરીવહન વિમાનોએ પાકિસ્તાની એરબેઝના અનેક ચક્કર લગાવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને ડ્રોન અને અન્ય સૈન્ય સહાય આપનારા ચીન અને તૂર્કીના સૈન્ય વિમાનોના પરિવહને આ ક્ષેત્રમાં ભારે હલચલ મચાવી છે. બંને દેશોના સૈન્ય પરિવહનને મોટું રણનીતિક લોજિસ્ટિકલ પુશ માનવામાં આવે છે. સંરક્ષણ સૂત્રોએ ચીન અને તૂર્કીથી પાકિસ્તાન સુધી સૈન્ય હવાઈ ટ્રાફિકમાં અચાનક વધારા મારફત ઈસ્લામાબાદને ડ્રોન સહિતનો નવો શસ્ત્ર સરંજામ મળવાની આશંકા વ્યક્ત કરી છે.
(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
