<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

કેન્યામાં ભયાનક હેલિકોપ્ટર ક્રેશ: ઇક્વેડોરના જાસૂસી વડા અને ૫ અમેરિકનો સહિત સાતના કરૂણ મોત

આકાશમાંથી તૂટી પડી કાળમુખી સવારી: રહસ્યમય રીતે હેલિકોપ્ટર જમીનદોસ્ત થતાં જ ભયાનક વિસ્ફોટઃ હાઈ-પ્રોફાઈલ ઈન્ટેલિજન્સ ચીફ અને અમેરિકી નાગરિકોના મોતથી અરેરાટીઃ કોઈ ટેકનિકલ ખામી કે ભયાનક ષડયંત્ર?: આંતરરાષ્ટ્રીય તપાસ એજન્સીઓ દોડતી થઈ

નવી દિલ્હી  :આફ્રિકન દેશ કેન્યામાંથી એક અત્યંત ચોંકાવનારા અને સનસનાટીભર્યા આંતરરાષ્ટ્રીય સમાચાર સામે આવ્યા છે! કેન્યાના જંગલ/પહાડી વિસ્તારમાં એક હાઈ-પ્રોફાઈલ હેલિકોપ્ટર રહસ્યમય રીતે ક્રેશ થઈને જમીનદોસ્ત થઈ ગયું છે. આ ભયાનક દુર્ઘટનામાં ઇક્વેડોરના જાસૂસી વડા (ઈન્ટેલિજન્સ ચીફ) અને ૫ અમેરિકી નાગરિકો સહિત તમામ ૭ લોકોના ઘટનાસ્થળે જ ભયાનક અને કરૂણ મોત નીપજ્યા છે! ઉચ્ચ સ્તરીય અધિકારીઓની હાજરી વચ્ચે થયેલા આ ગોઝારા અકસ્માતથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ અને સનસનાટી મચી ગઈ છે!
કેન્યાના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના સમાચારોને પુષ્ટિ આપી છે. તેના જણાવ્યા પ્રમાણે પાટનગર નાઇરોબીની ઉત્તરે આવેલી સામ્બુરૂ કાઉન્ટીમાં સવારે ૯:૧૩ કલાકે હેલિકોપ્ટર તૂટી પડયું હતું. આ ક્રેશ થવાનું સંભવિત કારણ દર્શાવતા સામ્બુરૂ કાઉન્ટીના પોલીસ વડા ડેવિડ નકારોઈએ જણાવ્યું હતું કે, 'તેમાં ૬ યાત્રીઓ હતા, એક પાયલોટ પણ હતો. ત્યારે ભારે વાદળોને લીધે ઘોર અંધકાર પ્રવર્તી રહ્યો હતો. તેવામાં હેલિકોપ્ટરમાં જ અચાનક ખરાબી થતાં તે જમીન ઉપર પટકાયું તેના ટુકડા થઈ ગયા અને સળગી ઉઠયું હતું. સ્પેનિશ ભાષાના પ્રસાર માધ્યમ 'ટેલી મુંડા'એ કે ફ્લોન્ડા સ્થિત તેના કાર્યાલયના સિનિયર મેનેજર જોસ આલ્બર્ટો પણ તે દુર્ઘટનામાં માર્યા ગયા છે.

 

(5:42 PM IST)