<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

દક્ષિણ અમેરિકાના પેરૂમાં પ્રચંડ ભૂકંપનો મહાવિનાશક આંચકોઃ ૬.૭ની તીવ્રતાના આંચકાથી ધરતી ધસમસીઃ ભૂકંપ બાદ સતત કાળમુખા આફ્ટર શૉક્સથી પ્રજામાં ભારે ફફડાટ

કાળજું કંપાવી દેતી ઘટના: પેરૂમાં ભૂગર્ભમાં મોટી હલચલ થતાં જમીન ધ્રુજી ઊઠીઃ આકાશચુંબી ઈમારતો પત્તાના મહેલની જેમ ડોલવા લાગીઃ લોકો ઘર-ઓફિસો છોડી રસ્તા પર ભાગ્યાઃ આફ્ટર શૉક્સના સતત આંચકાથી ભૂકંપના ભયાનક દોરનો ભયઃ પ્રશાસન અને ઈમરજન્સી ટીમ હાઈએલર્ટ પર

નવી દિલ્હી: દક્ષિણ અમેરિકન દેશ પેરૂમાં અચાનક જ કુદરતનો ભયાનક કોપ વરસ્યો છે! ૬.૭ ની અત્યંત તીવ્રતાના પ્રચંડ ભૂકંપના આંચકાથી આખો દેશ ધ્રુજી ઊઠ્યો છે. ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે જમીન પરની મોટી મોટી ઈમારતો અને મકાનો પત્તાના મહેલની જેમ ઝોલા ખાવા લાગ્યા હતા. આટલેથી જ આ આફત અટકી નહોતી, ભૂકંપના મુખ્ય આંચકા બાદ સતત આવી રહેલા કાળમુખા 'આફ્ટર શૉક્સ' (પશ્ચાત આંચકા) ના કારણે લોકોમાં સંતોષજનક ભય અને ભારે નાસભાગ મચી ગઈ છે!
સહજ છે કે, આ ભૂકંપથી જાન-માલની નુકસાની થઈ જ હોય પરંતુ હજી સુધી તેના કોઈ સત્તાવાર આંકડા મળ્યા નથી.
આ ભૂંકપના આંચકા સૌથી વધુ દક્ષિણ પેરૂમાં લાગ્યા હતા તેમાં ઇકા અને અરેકવા સામેલ છે.
પેરૂના સિવિલ ડિફેન્સ વડા લૂઆ વાસ્ક્વેઝે સ્થાનિક રેડિયો સ્ટેશન આર.પી.પી.ને જણાવ્યું હતું કે હજી સુધી તો કોઈ નુકસાનીની માહિતી મળી નથી.
પરિનાકાઆસ પ્રાંતના ગવર્નર વાય. રેન્ચેઝે કહ્યું હતું કે, હજી સુધી પ્રાંતીય મુખ્ય મથકમાં નુકસાનીની પણ વિગતો મળી નથી. પેરૂના નેવીએ પણ જણાવ્યું હતું કે, સુનામીનો કોઈ ખતરો નથી.
સહજ છે કે આ ભૂકંપ પછી થોડા આફ્ટર શૉક્સ લાગ્યા હતા પરંતુ તે તીવ્ર ન હતાં છતાં લોકો ગભરાટના માર્યા ઘરોની બહાર નીકળી ગયા હતા તેમજ બપોરે લંચ સમયે લાગેલા આ આંચકાથી કર્મચારીઓ અને અધિકારીઓ પણ ઑફિસની બહાર નીકળી ગયા હતા.

 

(5:31 PM IST)