<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

પાકિસ્તાનમાં મોટો બળવોઃ બલુચિસ્તાનના આખા શહેર પર બળવાખોર વિપ્લવીઓનો ટોટલ કંટ્રોલ: પોલીસ સ્ટેશન બોમ્બથી ઉડાડી તમામ હથિયારો લૂંટી લીધા

શહબાઝ સરકાર અને પાક સેનાના મોઢા પર સણસણતો તમાચો:બલૂચ વિદ્રોહીઓએ સશસ્ત્ર હુમલો કરી આખું શહેર બંધક બનાવ્યુંઃ સરકારી ઈમારતો પર કબ્જો જમાવ્યોઃ પાકિસ્તાની પોલીસ અને આર્મીના જવાનો ભાગ્યાઃ ભયાનક ગોળીબાર અને બોમ્બ વિસ્ફોટોથી આખો વિસ્તાર ધમરોળાયોઃ પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવા ભયાનક મંડાણ

નવી દિલ્હી: પાકિસ્તાનમાં આંતરિક ગૃહયુદ્ધે અત્યંત ભયાનક અને કાળમુખું સ્વરૂપ ધારણ કરી લીધું છે! બલુચિસ્તાન પ્રાંતમાં સક્રિય બલૂચ વિપ્લવીઓએ (સ્વાતંત્ર્ય સેનાનીઓ/બળવાખોરો) પાકિસ્તાની સત્તા સામે મોટો ધડાકો કરીને એક આખેઆખા શહેર પર પોતાનો પૂર્ણ કંટ્રોલ (કબ્જો) જમાવી લીધો છે! આટલેથી જ ન અટકતાં ઉશ્કેરાયેલા વિપ્લવીઓએ સ્થાનિક પોલીસ સ્ટેશનને જ બોમ્બથી ઉડાવી દીધું છે અને અંદર રહેલો તમામ હથિયારો તથા દારૂગોળાનો જથ્થો લૂંટી લીધો છે!
આ ઑપરેશન પછી બીએલએના પ્રવક્તા જિયાદ બાબુએ જણાવ્યું હતું કે, 'આજે બલુચ લિબરેશન આર્મીના સરમયારો (સ્વાતંત્ર્ય સેનાનીઓ)એ વિશિનના સરનાન શહેર ઉપર સંપૂર્ણ કબજો જમાવી દીધો છે. અને પોલીસ સ્ટેશન અને એ.ડી.આર.એ. ઑફિસ તથા અન્ય સરકારી મકાનો કબજે કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન કેટલાયે પોલીસોને બંદીવાન બનાવ્યા હતા. પછી છોડી પણ દીધા હતા. પોલીસ સ્ટેશનમાં રહેલા શસ્ત્રો તથા દારૂગોળો જપ્ત કર્યા પછી ઇમારતને ધડાકા સાથે ઉડાડી દીધી હતી. બલુચ લિબરેશન આર્મી તેની જવાબદારી લે છે.
આ સાથે બલુચ માનવ અધિકાર કાર્યકર્તા સરયાર બાબુએ શુક્રવારે દાવો કર્યો હતો કે, સરનાન ઑપરેશન પછી બલુચ સશસ્ત્ર સિપાહીઓએ બોલાન ઇલાકામાં આવેલા પોલીસ સ્ટેશન ઉપર પણ કબ્જો જમાવી દીધો હતો અને પોલીસ રેકોર્ડ, શસ્ત્રો તથા દારૂગોળો જપ્ત કર્યા પછી પોલીસ સ્ટેશન સળગાવી દીધું હતું.
પાકિસ્તાને આ વિસ્તારમાં અનેક ચેકપોસ્ટ બનાવ્યા છે પરંતુ તે બધા પોતાની આસપાસ પૂરતા જ વિસ્તારો પર કબજો રાખી શક્યા છે. બહારના બધા વિસ્તારો તો બીએલએના હાથમાં છે.

 

(5:32 PM IST)