તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 22nd August 2026
મા બાપ માટે લાલબત્તી સમાન આંખ ઉઘાડનારો સનસનાટીભર્યો રિપોર્ટઃ બાળકોને ફોન આપવા કરતાં તેમની સામે વાપરવો વધુ ખતરનાક: બાળકનું ભવિષ્ય રોળાઈ જવાનો ભયંકર ખતરો
સંસ્કાર અને માનસિક વિકાસનો બાળમરણ કરતો ડિજિટલ રાક્ષસ: મા બાપ સ્ક્રીનમાં ઘૂસેલા રહેતાં માસુમ બાળકો ઉપેક્ષા અને માનસિક એકલતાનો ભોગ બને છેઃ વાણી, વર્તન અને બુદ્ધિનો વિકાસ અટકી જવાનો રિસર્ચમાં ચોંકાવનારો પર્દાફાશઃ બાળકો સામે સ્માર્ટફોન ઘુસાડવાની ટેવ તુરંત બદલો નહિતર પસ્તાવાનો વારો આવશે

નવી દિલ્હી: આજના આધુનિક યુગમાં માતા-પિતા પોતાના નાના માસુમ બાળકોને રડતા બંધ કરવા કે ખાવા પીવડાવવા માટે હાથમાં મોબાઈલ પકડાવી દેતા હોય છે. પરંતુ હાલમાં જ સામે આવેલા એક ભયાનક અને આંખ ઉઘાડનારા સંશોધન રિપોર્ટે વાલીઓના હોશ ઉડાવી દીધા છે! આ રિપોર્ટ મુજબ બાળકોના હાથમાં સ્માર્ટફોન આપવા કરતાં પણ વધુ ખતરનાક બાબત એ છે કે માતા-પિતા પોતે તેમની સામે સતત ફોન મચડ્યા કરે છે!
આપણે વારંવાર બાળકોના હાથમાંથી ફોન છીનવી લઈએ છીએ, પરંતુ નિષ્ણાતો કહે છે કે મૂળ સમસ્યા માતા-પિતાના હાથમાં રહેલી સ્ક્રીન છે.
જ્યારે માતા-પિતા ફોનમાં વ્યસ્ત હોય છે, ત્યારે બાળકો સાથેની રોજેરોજની નાની-નાની વાતચીતો અને આદાન-પ્રદાન નોંધપાત્ર રીતે ઘટી જાય છે.
બાળકો સ્વભાવે જિજ્ઞાસુ હોય છે, પરંતુ મોબાઇલમાં વ્યસ્ત રહેતા માતા-પિતા તેમના સવાલોના ખૂબ ટૂંકા જવાબો આપે છે, જેનાથી બાળક પુસ્તકો વાંચવા કે નવી વસ્તુઓ શીખવાને બદલે પોતે પણ મોબાઇલ તરફ આકર્ષાય છે.
આ જ રોજિંદી વાતચીતો દ્વારા બાળક નવા શબ્દો સાંભળે છે, તેના અર્થ સમજે છે અને યોગ્ય સમયે ભાષાનો ઉપયોગ કરતા શીખે છે, જે ફોનના કારણે છીનવાઈ જાય છે.
(5:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
