તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th August 2026
ગ્લોબલ મિલિટ્રી પાવર ઈન્ડેક્સમાં ભારતનો મોટો ધડાકોઃ દુનિયાની ૧૦ સૌથી શક્તિશાળી સેનામાં ભારતનું સ્થાન ચોંકાવનારું: નાપાક પાકિસ્તાનની હાલત અત્યંત દયનીય
વિશ્વમાં ભારતનો ડંકો, દુશ્મન દેશોમાં ભયંકર ફફડાટ: લેટેસ્ટ ગ્લોબલ ફાયરપાવર રિપોર્ટમાં ભારતીય સેનાની આક્રમક તાકાતનો લોહિયાળ સ્વીકારઃ મહાસત્તાઓને પણ ટક્કર આપે તેવી હિંદની ફોજઃ ભીખ માગતા પાકિસ્તાનનું સૈન્ય રેન્કિંગમાં ભોંય ભેગું થતાં કંગાળ દેશમાં સન્નાટોઃ ડ્રેગન ચીનને પણ ભારતે બતાવી દીધી ઓકાત

નવી દિલ્હી: વિશ્વ સ્તરે રક્ષા અને સૈન્ય શક્તિનું આંકલન કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા 'ગ્લોબલ ફાયરપાવર' (Global Firepower) દ્વારા દુનિયાની સૌથી શક્તિશાળી સેનાઓનું નવું વૈશ્વિક રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે! આ રિપોર્ટમાં ભારતની સૈન્ય ક્ષમતા અને આધુનિક હથિયારોના દમ પર ભારતે જે સ્થાન પ્રાપ્ત કર્યું છે તે જોઈને વિશ્વના મોટા-મોટા દેશો પણ દંગ રહી ગયા છે, જ્યારે પાકિસ્તાનની હાલત અત્યંત દયનીય અને કંગાળ સાબિત થઈ છે!
વિશ્વમાં સૌથી શક્તિશાળી સેનાના મામલે અમેરિકા પ્રથમ ક્રમે છે. 0.0741ના પાવર ઇન્ડેક્સ, 13.28 લાખ એક્ટિવ સૈનિકો અને સૌથી વધુ સંરક્ષણ બજેટ સાથે અમેરિકા એડવાન્સ ટેક્નોલોજીમાં પણ આગળ છે. રશિયા બીજા સ્થાને છે, જે 13.20 લાખના સૈન્ય બળ અને આધુનિક તકનીકથી અમેરિકાને ટક્કર આપે છે. જ્યારે ચીન 20.35 લાખના વિશાળ સૈન્ય બળ અને સતત વધતા સંરક્ષણ બજેટ સાથે ત્રીજા સ્થાને છે.
આ યાદીમાં ભારત ચોથું સ્થાન ધરાવે છે. ભારત પાસે 14,55,550 એક્ટિવ સૈનિકો છે અને તેની થલ સેના વિશ્વની સૌથી મોટી સેનાઓમાંથી એક છે. 'આત્મનિર્ભર ભારત' અભિયાન હેઠળ સંરક્ષણ ક્ષેત્રે સ્વદેશી ટેક્નોલોજી અને હથિયારો પર ભરોસો વધારવામાં આવી રહ્યો છે, જેનાથી ભારતની સૈન્ય તાકાત સતત મજબૂત થઈ રહી છે.
યાદીમાં દક્ષિણ કોરિયા 6 લાખ એક્ટિવ સૈનિકો અને અત્યાધુનિક નૌસેના સાથે પાંચમા ક્રમે છે. ફ્રાન્સ એરફોર્સ અને એડવાન્સ ડિફેન્સ ટેક્નોલોજીના બળે છઠ્ઠા સ્થાને છે. જાપાન હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ચીન માટે મોટો પડકાર બનીને સાતમા ક્રમે રહ્યું છે.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
