<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

અમેરિકામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇંધણ જ ખૂટી જતાં ભયાનક હોબાળોઃ તમામ વિમાનો જમીન પર અટવાયાં: નોટિસ ટુ એરમેન (NOTAM) જાહેર

મહાસત્તા અમેરિકાની એરપોર્ટ પ્રશાશનની ઘોર બેદરકારી ઉઘાડી પડી:જેટ ફ્યુઅલની ભયાનક તંગી સર્જાતાં ડઝનબંધ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો ઠપ્પઃ હજારો મુસાફરો એરપોર્ટ પર રઝળી પડ્યા અને ભારે હંગામો મચાવ્યોઃ ફ્લાઈટ કામગીરી રોકવા તાત્કાલિક NOTAM ઈમરજન્સી એલર્ટ જાહેર કરવું પડ્યુંઃ એવિએશન સેક્ટરમાં મોટો ભૂકંપ

નવી દિલ્હીઃ: વિશ્વની સૌથી મોટી આર્થિક અને તકનીકી મહાસત્તા ગણાતા અમેરિકા દેશના અતિ ધમધમતા ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક ભારે સનસનાટીભરી અને શરમજનક ઘટના સામે આવી છે! એરપોર્ટ પર વિમાનોમાં ભરવા માટેનું જેટ ફ્યુઅલ (ઇંધણ) જ અચાનક ખતમ થઈ જતાં ભયાનક અરાજકતા સર્જાઈ ગઈ છે. ફ્યુઅલના અભાવે અસંખ્ય વિમાનો રન-વે અને ટર્મિનલ પર અટવાઈ પડતાં સત્તાવાળાઓએ તાત્કાલિક ધોરણે 'NOTAM' (Notice to Airmen) જાહેર કરવાની ફરજ પડી છે!
આ પરિસ્થિતિ ગંભીર બનતાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા તુરંત જ NOTAM (Notice to Air Missions / Notice to Airmen) જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં જ્યારે પણ કોઈ એરપોર્ટ, રનવે અથવા એરસ્પેસમાં અસામાન્ય કે અસ્થાયી ઈમરજન્સી સ્થિતિ ઊભી થાય અને પાયલટોને ઉડાન ભરતા પહેલાં તેની જાણ કરવી જરૂરી હોય, ત્યારે NOTAM જાહેર કરવામાં આવે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સ્થિતિને પગલે યુએસની અગ્રણી એરલાઇન્સે પોતાના પાયલટોને ખાસ નિર્દેશ આપ્યા છે. જો કોઈ વિમાન બફેલો ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ જઈ રહ્યું હોય અથવા ત્યાં લેઓવર (રોકાણ) કરીને આગળનું ફ્યુઅલ ભરવાનું આયોજન હોય, તો તેણે નજીકના પાડોશી એરપોર્ટ પર રોકાઈને પૂરતું ફ્યુઅલ ભરી લેવું અથવા વધારાનું ઇંધણ સાથે રાખીને જ ઉડાન ભરવી.

 

(7:02 PM IST)