તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th August 2026
વૈશ્વિક બજારમાં કાળજું કંપાવનારા સમાચારઃ બ્રાઝિલે ઈથેનોલ બનાવવા શેરડીનો તમામ જથ્થો વાપરી નાખતાં દુનિયાભરમાં ખાંડની ભયાનક કટોકટી સર્જાઈ
મોંઘવારીનો મસમોટો ધડાકો: પેટ્રોલમાં ઈથેનોલના બ્લેન્ડિંગ માટે વિશ્વના સૌથી મોટા શેરડી ઉત્પાદક દેશે દિશા બદલીઃ વિશ્વ બજારમાં ખાંડનો પુરવઠો સાવ ઠપ્પ થઈ જતાં હાહાકારઃ ગરીબથી લઈને અમીર દેશો સુધી ખાંડના ભાવ આસમાને પહોંચવાની ભયાનક શક્યતાઃ મિષ્ટાન અને ખાદ્ય ઉદ્યોગમાં મચ્યો સન્નાટો

નવી દિલ્હીઃ: ઈંધણ અને ઉર્જાના ક્ષેત્રે ચાલી રહેલી વૈશ્વિક હોડ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાંથી એક અત્યંત ચિંતાજનક અને સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે! વિશ્વમાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન કરતા દેશ બ્રાઝિલે પોતાના દેશમાં ઈથેનોલનું ઉત્પાદન વધારવા અને પેટ્રોલમાં ભેળવવા માટે શેરડીના મસમોટા જથ્થાનો ઉપયોગ શરૂ કરી દીધો છે. જેના કારણે વિશ્વભરમાં ખાંડ (Sugar)ની ભયાનક અછત અને કટોકટી સર્જાઈ ગઈ છે!
પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચ્યા છે. હોર્મુઝ કટોકટીનો હજુ સુધી કોઈ અંત નહીં આવ્યો હોવાથી ફરી એક વખત ક્રૂડ ઓઈલના ભાવ વધવાની આશંકા છે. આથી બ્રાઝિલ સરકારે કેડૂતોને શેરડીના ખેડૂતોને ખાંડના બદલે ઈથેનોલના ઉત્પાદન તરફ વળવા પ્રોત્સાહિત કર્યા છે.
બ્રાઝિલે જુલાઈના અંત સુધીમાં પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણનો દર વધારીને 32 ટકા કરી દીધો છે, જે એક મહિના પહેલા ૩૦ ટકા અને એક વર્ષ પહેલા 27 ટકા હતો. અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન એગ્રીકલ્ચર સર્વિસના ડેટા મુજબ દુનિયામાં શેરડીના કુલ ઉત્પાદનમાં બ્રાઝિલનો હિસ્સો 24 ટકા અને ભારતનો 16 ટકા છે.
બ્રાઝિલમાં ઈથેનોલના ઉત્પાદન માટે શેરડીનો ઉપયોગ વધતા ખાંડનું ઉત્પાદન ત્રણ ટકા ઘટવાની શક્યતા છે એટલે કે ખાંડનું ઉત્પાદન લગભગ 4.3 કરોડ ટન ઘટવાનો અંદાજ છે તેમ બ્રાઝિલની નેશનલ સપ્લાય કંપની કોનાબના અહેવાલમાં જણાવાયું છે.
ઈથેનોલની સાથે બ્રાઝિલમાં અલ નીનોના કારણે મધ્ય અને દક્ષિણ ભાગમાં વરસાદમાં વિલંબ અને તાપમાન વધવાના કારણે શેરડીની ઉપજ પર અસર પડી છે. બ્રાઝિલમાં ખાંડનું ઉત્પાદન ઘટવાથી દુનિયાભરમાં ખાંડની સપ્લાય ચેઈન પર અસર પડવાની શક્યતા છે. આ સિવાય વેલોર આંતરરાષ્ટ્રીય રિપોર્ટ મુજબ આ વર્ષે અલ નીનોના કારણે થાઈલેન્ડ, યુરોપીયન યુનીયન જેવા અન્ય શેરડી ઉત્પાદક દેશોમાં પણ શેરડીનું ઉત્પાદન ઘટવાની આશંકા છે. આ કારણોથી દુનિયાભરમાં આગામી સમયમાં ખાંડની કટોકટી સર્જાવાની શક્યતા છે.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
