તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th August 2026
ઘરમાં પડેલી જૂની અડ્રેલી-ઈમારતો બની શકે છે કુબેરનો ખજાનો:જૂના સિક્કા તમને રાતોરાત બનાવી શકે છે લખપતિઃ જુઓ કયા સિક્કાની આંતરરાષ્ટ્રીય બજારમાં છે સૌથી વધુ માગ
ઘરના તિજોરી-ગલ્લાં ફંફોસવાનો સમય આવી ગયો: વૈશ્વિક સિક્કા સંગ્રહકો (Numismatists) માં જૂના અને વિશેષ સિક્કાઓ ખરીદવા મચી હોડઃ ૧૯૧૧નો કિંગ જ્યોર્જ પાંચમાનો સિક્કો, ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો સિક્કો અને ભૂલથી છપાયેલા (Mint Error) સિક્કાઓની ભારે માંગઃ ઓનલાઈન હરાજી અને ઓક્શન પ્લેટફોર્મ પર સિક્કાઓની બોલી બોલાઈ રહી છે હજારો-લાખોમાં

નવી દિલ્હીઃ તમારા ઘરમાં જૂની તિજોરી, દાદા-પડદાદાના સમયના ગલ્લા કે પિત્તળના ડબ્બામાં પડેલા જૂના સિક્કાઓ સામાન્ય ચમકતા ટુકડા નથી, પરંતુ તમને રાતોરાત અમીર બનાવવાની તાકાત ધરાવતો ખજાનો છે! તાજેતરમાં સામે આવેલા અહેવાલો મુજબ, દેશ-વિદેશના એન્ટિક સિક્કા સંગ્રહકો દ્વારા ભારતના અમુક ખાસ વર્ષ અને છાપ ધરાવતા જૂના સિક્કાઓ ખરીદવા માટે મસમોટી કિંમતો ચૂકવવામાં આવી રહી છે.
બ્રિટિશ કાળના સિક્કા: બ્રિટિશ શાસન દરમિયાન બહાર પાડવામાં આવેલા સિક્કા કલેક્ટર્સની પહેલી પસંદ રહ્યા છે.
આઝાદી સમયના સિક્કા: 1950ના દાયકામાં જારી કરાયેલા સિક્કાઓની ભારે ડિમાન્ડ છે.
એરર કોઈન્સ (Error Coins): છાપકામ વખતે કોઈ ભૂલ, ખોટી તારીખ કે ડિઝાઈનમાં ગડબડવાળા સિક્કા સૌથી દુર્લભ ગણાય છે, અને તેની કિંમત ખૂબ વધારે મળે છે.
સ્મારક સિક્કા (Commemorative Coins): કોઈ વિશેષ પ્રસંગ, જયંતિ કે રાષ્ટ્રીય ઉત્સવ પર મર્યાદિત સંખ્યામાં બહાર પાડવામાં આવેલા સિક્કા.
ઉદાહરણ તરીકે, વર્ષ 1939નો બ્રિટિશ ઈન્ડિયાનો એક રૂપિયાનો ચાંદીનો સિક્કો ઓનલાઈન હરાજીમાં લાખો રૂપિયામાં વેચાઈ ચૂક્યો છે. સિક્કાની કિંમત મુખ્યત્વે 4 બાબતો પર નિર્ભર કરે છે:
દુર્લભતા (Rarity): સિક્કો જેટલો ઓછો બનેલો હશે, તેની કિંમત એટલી જ વધુ હશે.
ઐતિહાસિક મહત્વ: ઐતિહાસિક રાજાઓ કે ઘટનાઓ સાથે જોડાયેલા સિક્કા પણ તમને લખપતિ બનાવી શકે છે..
એરર (Error): છાપકામની ભૂલ સિક્કાને ખાસ બનાવે છે.
સિક્કાની સ્થિતિ: સ્ક્રેચ-ફ્રી અને સારી સ્થિતિવાળા સિક્કાની વેલ્યુ સૌથી વધુ હોય છે.
સિક્કાનું વજન, ધાતુનો પ્રકાર અને છાપકામનું વર્ષ ધ્યાનથી તપાસો.
ઓનલાઈન વેચતા પહેલાં કોઈ પ્રમાણિત સિક્કા નિષ્ણાત (Numismatist) પાસે તેની સાચી કિંમતનો અંદાજ મેળવો.
કોઈ પણ અજાણી વેબસાઈટ, રજિસ્ટ્રેશન ફી માંગતા ફ્રોડ કે ફેક કોલ પર વિશ્વાસ ન કરો.
ભારતમાં માત્ર માન્યતા પ્રાપ્ત ન્યુમિસ્મેટિક્સ એસોસિએશન અને વિશ્વાસપાત્ર ઓક્શન પ્લેટફોર્મ દ્વારા જ ખરીદ-વેચાણ કરો.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
