હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વૈશ્વિક બજાર અને સમુદ્રી માર્ગો પર યુદ્ધના ભયાનક વાદળોઃ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની આકરી ધમકીઃ ઈરાનને માહિતી આપશો તો લાદી દેશું આકરા પ્રતિબંધો
મધ્ય પૂર્વમાં થરથરાટ અને મહાયુદ્ધના ભયાનક એંધાણ: 'ઈરાન સાથે ગુપ્ત માહિતી શેર કરનાર શિપિંગ કંપનીઓ કે જહાજો સામે લાલ આંખ' : વ્હાઈટ હાઉસનો સનસનાટીભર્યો દાવોઃ તેલના ટેન્કરો અને વેપારી જહાજોની મૂવમેન્ટ પર અમેરિકી નેવીની સખત બાજ નજરઃ પર્શિયન ગલ્ફમાં ટેન્શન ચરમસીમાએ પહોંચતાં વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો વિસ્ફોટ થવાની ભયાનક શક્યતા

નવી દિલ્હી:વિશ્વના સૌથી સંવેદનશીલ અને વ્યૂહાત્મક સમુદ્રી માર્ગ ગણાતા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) પરથી અત્યંત સનસનાટીભર્યા અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મસમોટો ધડાકો કરતા સમાચાર સામે આવ્યા છે! અમેરિકાએ આ માર્ગ પરથી પસાર થતા તમામ દેશોના વેપારી જહાજો અને ક્રૂડ ઓઈલના ટેન્કરોને કડક શબ્દોમાં ધમકી આપી છે કે, જો કોઈ પણ જહાજ ઈરાનને પોતાની લોકેશન કે અન્ય સૈન્ય માહિતી આપશે તો તેના પર તાત્કાલિક ધોરણે અત્યંત આકરા વૈશ્વિક પ્રતિબંધો (Sanctions) ઝીંકી દેવામાં આવશે.
વોશિંગ્ટને પોતાના આકરા વલણમાં ખાસ કરીને 3 ઇરાની સંસ્થાઓના નામ જાહેર કર્યા છે, જેમાં 'પર્શિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી', 'પર્શિયન ગલ્ફ મરીન ઇન્સ્યોરન્સ કંપની' અને 'હોર્મુઝસેફ મરીન સર્વિસિસ ઓથોરિટી' નો સમાવેશ થાય છે. અમેરિકાની આ આકરી ચેતવણી તેની 'ઇકોનોમિક ડી-ડે' ઝુંબેશનો એક ભાગ છે, જેના હેઠળ વોશિંગ્ટન ઇરાન પર આર્થિક દબાણ વધારીને તેના વૈશ્વિક કારોબાર અને નાણાકીય સંસાધનોને મર્યાદિત કરવા માંગે છે. અગાઉ પણ અમેરિકાએ આ સમુદ્રી માર્ગ પરથી પસાર થવા માટે ઇરાનને કોઈપણ પ્રકારનો ટોલ કે ચાર્જ ચૂકવવા સામે આંતરરાષ્ટ્રીય જહાજોને ચેતવ્યા હતા.
સામે પક્ષે ઇરાને આ પગલાને 'આર્થિક આતંકવાદ' ગણાવીને તીખી પ્રતિક્રિયા આપી છે. ઇરાની સંસ્થાઓએ દાવો કર્યો છે કે 46 જહાજોએ તેમના ટ્રાન્ઝિટ પ્રોટોકોલનો ભંગ કર્યો છે અને તેમને ભવિષ્યમાં ભારે દંડ, કસ્ટડી કે જપ્તી જેવી આકરી કાર્યવાહીની ધમકી આપવામાં આવી છે. આ બંને દેશો વચ્ચેના ટકરાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોની અવરજવરમાં ભારે ઘટાડો નોંધાયો છે. પરિણામે, વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ અને એલએનજી (LNG) સપ્લાય ખોરવાઈ જવાની ભીતિ સર્જાઈ છે, જેના કારણે વૈશ્વિક ઊર્જા બજાર અને દરિયાઈ સુરક્ષા પર મોટું સંકટ ઊભું થયું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
