તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th August 2026
બાંગ્લાદેશમાં અજીબોગરીબ અને ભયાનક ચોરીથી આખું વિશ્વ દંગઃ અબજો ડોલરના હેર માર્કેટમાંથી ૩૩૦ કિલો માનવ વાળની સરાજાહેર ચોરી
ચોરોએ ગોડાઉનનું સીલ તોડી આચરી મસમોટી લૂંટ: વિગ (Wig) અને હેર એક્સ્ટેન્શન બનાવતી ફેક્ટરીમાંથી રાતોરાત લાખો રૂપિયાના વાળ ગાયબ થતાં ભારે સસનાટીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં માનવ વાળનું 'બ્લેક ગોલ્ડ' તરીકે ખરીદ-વેચાણઃ ચીન, અમેરિકા અને યુરોપ સુધી લંબાતાં અબજો ડોલરના કારોબારના તાર

નવી દિલ્હી:ચુઆડાંગા જિલ્લા પોલીસ દ્વારા જારી કરાયેલી સત્તાવાર માહિતી અનુસાર, આ ઘટના બાંગ્લાદેશના ચુઆડાંગા જિલ્લાના દમુરહુદા ઉપજિલ્લા હેઠળ આવેલા કોશાગાટા વિસ્તારમાં શનિવારે બપોરે આશરે 1:45 વાગ્યાના સુમારે બની હતી. આ કન્સાઇનમેન્ટ કરપસડાંગા સ્થિત હેર ફેક્ટરીમાંથી આગળના પ્રોસેસિંગ અને ટ્રેડિંગ માટે કવર્ડ વ્યાનમાં ભરીને લઈ જવામાં આવી રહ્યું હતું.
આ દરમિયાન રસ્તામાં 7થી 8 હથિયારધારી અજાણ્યા લૂંટારુઓએ અચાનક વ્યાનને આંતરીને રોકી લીધી હતી. લૂંટારુઓએ હથિયારો બતાવી ડ્રાઈવરને બંધક બનાવી લીધો હતો અને વાહનમાંથી માનવ વાળ ભરેલા 23 કોથળા બળજબરીપૂર્વક ઉતારીને ગણતરીની મિનિટોમાં ફરાર થઈ ગયા હતા. લૂંટાયેલો આ માલ કોઈ સામાન્ય દુકાન કે બ્યુટી પાર્લરનો નહોતો પરંતુ ફેક્ટરીમાંથી આગળ પ્રોસેસિંગ માટે લઈ જવાઈ રહ્યો હતો.
બાંગ્લાદેશ હેર પ્રોસેસિંગ સ્મોલ બિઝનેસ કો-ઓપરેટિવ એસોસિએશનના પ્રમુખ અતિયાર રહેમાન ટાગિદારના જણાવ્યા મુજબ લૂંટાયેલા આ 23 કોથળા કુલ 22 અલગ-અલગ વેપારીઓના હતા, જેનું કુલ વજન 330 કિલોગ્રામ હતું અને તેની બજાર કિંમત 1 કરોડ ટકા કરતાં પણ વધારે છે. તેમણે વધુમાં ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, ભલે ચોરાયેલો માલ પરત મળી ગયો હોય, પરંતુ ધોળા દિવસે હથિયારો સાથે બનેલી આ ઘટનાથી કરોડો રૂપિયાના હેર એક્સપોર્ટ વેપાર સાથે સંકળાયેલા વેપારીઓની માલસામાન અને જાનમાલની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો છે.
(5:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
