હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાની ચલણ ‘રિયાલ’નું ભયાનક પતનઃ યુએસ ડોલર સામે ઈરાનનો રિયાલ ઓલ-ટાઈમ રેકોર્ડ નીચલા સ્તરેઃ ૧ ડોલરનો ભાવ ૨૦ લાખ રિયાલને પાર
આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને યુદ્ધના ઓછાયા વચ્ચે મસમોટો આર્થિક વિસ્ફોટ: ઈરાનમાં ફુગાવો બેકાબૂ બનતાં બજારમાં ભયાનક અફરાતફરીઃ ચલણના ધડાધડ મૂલ્ય ધોવાતાં નાગરિકોમાં હાહાકાર અને ફફડાટઃ ફુગાવાનો ભયાનક અગ્નિતાંડવઃ દેશની અર્થવ્યવસ્થા સાવ તળિયે બેસી જતાં બજારોમાં કટોકટી જેવી ગંભીર સ્થિતિ

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં સળગી રહેલી ભયાનક તંગદિલી અને યુદ્ધના વાદળો વચ્ચે ઈરાનની અર્થવ્યવસ્થા પરથી અત્યંત ધડાકાભેર અને કાળજું કંપાવનારા સમાચાર સામે આવ્યા છે! ઈરાનનું રાષ્ટ્રીય ચલણ ‘રિયાલ’ ઇતિહાસના સૌથી ભયાનક અને કાળા તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકી ડોલર (USD) સામે ઈરાની રિયાલનું મૂલ્ય રેકોર્ડબ્રેક નીચલા સ્તરે ગગડી જતાં હવે ૧ યુએસ ડોલર સામે ૨૦ લાખ રિયાલથી પણ વધુનો ભાવ બોલાઈ રહ્યો છે.
પ્રમુખ ટ્રમ્પના કાર્યકાળમાં હવે તેવો સમય પૂરો થઈ ગયો છે. જે દેશો તહેરાનનો વિરોધ કરવાના જોખમથી ડરે છે. તેમણે હવે વોશિંગ્ટનને અજમાવવાની કિંમત ચૂકવવી પડે તેની અવગણના નહીં કરવી જોઈએ.
તેમણે કહ્યું કે 'અગાઉ જે કોઈ વિચારતું ન હતું કે અમે પ્રયત્ન નહીં કરીશું. હવે અમે તમામ એજન્સી, ઓથોરિટી અને પગલાં ભરવા તૈયાર છે તેવી પરિસ્થિતિ પ્રમુખે સર્જી છે. તહેરાનના શાસનને ટકાવતી દરેક આર્થિક લાઈફલાઈન કાપવાનો ઈરાદો અમે ધરાવીએ છે.'
દરમ્યાન ઈરાનના સુપ્રીમ નેશનલ કાઉન્સિલ સેક્રેટરી મોહસેન રિઝેઈએ સોમવારે ચેતવણી આપી હતી કે ઈરાન સામેનું અમેરિકાનું આર્થિક યુધ્ધ ચાલુ રહે તો હોર્મુઝ સ્ટ્રેટમાંથી કે પર્સિયન ગલ્ફમાંથી ક્રૂડ ઓઈલની થતી નિકાસ સંપૂર્ણપણે અટકાવી દેવામાં આવશે. અમેરિકાના આર્થિક યુધ્ધને સમર્થન આપતા અથવા તેમાં ભાગ લેતા કોઈપણ દેશને ઈરાન 'યુધ્ધના કૃત્ય' તરીકે માની લેશે. તેવી ચેતવણી રિઝેઈએ આપી હતી. દરમ્યાન સોમવારે ઈરાનનું ચલણ રિયાલ રેકોર્ડ નીચી સપાટીને સ્પર્શ્યું હતું. 1 ડોલર સામે 20.2 લાખ રિયાલનો દર થઈ ગયો હતો. ઈરાનની મધ્યસ્થ બેંકનો દર ડોલર સામે 15 લાખ રિયાલ છે પણ ઈરાનના મોટાભાગના લોકો બજાર દર જ ચૂકવે છે.
28મી ફેબુ્રઆરીએ અમેરિકા અને ઈઝરાયેલે હુમલો કર્યો તે અગાઉથી રિયાલ દબાણમાં જ હતો પણ છ મહિનાના યુધ્ધ દરમ્યાન સતત રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
