<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

ઈટાલીમાં કુદરતનું ભયાનક રૌદ્ર સ્વરૂપઃ કલાકના ૧૨૦ કિલોમીટરની તીવ્ર ઝડપે પવન ફૂંકાતાં એરપોર્ટ પર ઉભેલા વિમાનો રમકડાંની જેમ હવામાં ઊડ્યા

ભૂમધ્ય સમુદ્રમાં ભયાનક વાવાઝોડું અને કાળઝાળ પવનનો તાંડવ: ૧૨૦ કિમીની સ્પીડે ફૂંકાયેલા ભયાનક પવને પળવારમાં જ એરપોર્ટ પર પાર્ક કરેલા નાના પ્લેનોને ઊંધા પાડી દીધાઃ રનવે પર ઉભેલા વિમાનો કાગળના પતંગની જેમ ફંગોળાયાઃ માત્ર ૨ કલાકમાં ૮,૦૦૦થી વધુ વખત આકાશમાંથી ભયાનક વીજળી ત્રાટકીઃ વાવાઝોડાના કાળજું કંપાવનારા દ્રશ્યો સોશિયલ મીડિયા પર ભયાનક વાયરલ

નવી દિલ્હી:યુરોપિયન દેશ ઈટાલીમાંથી કુદરતી આફત અને વાવાઝોડાનો એક અત્યંત સનસનાટીભર્યો અને કાળજું કંપાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે! ઈટાલીના ઉત્તરીય વિસ્તાર અને ફોરલી (Forli) એરપોર્ટ ક્ષેત્રમાં કલાકના ૧૨૦ કિલોમીટરની ભયાનક અને વિનાશક ઝડપે ફૂંકાયેલા રાક્ષસી પવને એવો તાંડવ મચાવ્યો છે કે રનવે પર પાર્ક કરેલા વિમાનો તણખલાની જેમ ઊડીને ઊંધા પડી ગયા હતા! વિમાનો રમકડાંની જેમ હવામાં ફંગોળાતાં એરપોર્ટ ઓથોરિટી અને મુસાફરોમાં ભયાનક ફફડાટ અને સન્નાટો વ્યાપી ગયો છે.
ઈટાલીના ફોર્લી એરપોર્ટનો વીડિયો સામે આવ્યો છે. એ પ્રમાણે જ્યારે હવાની સ્પીડ 120 કિલોમીટર પ્રતિકલાક સુધી પહોંચી હતી ત્યારે ત્રણથી ચાર વિમાનો રનવે પર ચાલતા હતા. તે ફંગોળાઈ ગયા હતા. તેની દિશા ફંટાઈ ગઈ હતી. કોઈ રમકડાંના વિમાનો હોય એ રીતે આ વિમાનો ફંગોળાયા હતા. સામાન્ય રીતે ખૂબ તેજ હવા હોય ત્યારે સાઈકલ-મોટરસાઈકલ કે કારની આવી સ્થિતિ થાય તે સમજી શકાય છે, પરંતુ મહાકાય વિમાનો પણ હવા સામે ઝીંક ઝીલી શક્યા ન હતા.
આ ઘટના વખતે તાત્કાલિક અસરથી એરપોર્ટ બંધ કરી દેવાયું હતું. કલાકો સુધી એરપોર્ટ બંધ રહ્યું હતું અને તમામ ઉડ્ડયનો રદ્ કરી દેવાયા હતા. એરપોર્ટની છતને નુકસાન થયું છે. જે વિમાનો રમકડાંની જેમ ઉડયા હતા એમાં ક્રૂ મેમ્બર્સ પણ હતા. હવાનું જોર ઓછું થયું પછી બચાવ ટૂકડીઓએ તેમને સલામત રીતે બહાર કાઢ્યા હતા.
ફ્યુઅલ લીકેજ વગેરેના ચેકિંગમાં પછીથી કલાકો નીકળી ગયા હતા. ફોર્લી એરપોર્ટ અને તેની આસપાસના શહેરમાં ભારે પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. ફોર્લી શહેરના ઘણાં વિસ્તારોમાં અતિ ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. કેટલાય દિવસથી રસ્તાઓમાં પાણી ભરાયા હોવાથી લોકો ફસાઈ ગયા છે. ભારે ગરમી પછી એકાએક ઈટાલીના કેટલાક વિસ્તારોમાં તોફાન ત્રાટક્યું છે. અમુક વિસ્તારોમાં ભૂસ્ખલન થતાં લોકોને સલામત સ્થળે ખસેડવા પડયા છે. 250 પ્રવાસીઓને પણ સલામત સ્થળે લઈ જવાયા હતા.

 

(5:50 PM IST)