તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th August 2026
પાકિસ્તાનની હોસ્પિટલમાં ભયાનક અગ્નિકાંડઃ ACનું કોમ્પ્રેસર ફાટતાં ગાયનેક વોર્ડમાં ભીષણ આગ:૧૫ નવજાત માસૂમ બાળકોના કરૂણ મોત
ઈસ્લામાબાદની સરકારી PIMS હોસ્પિટલમાં સવારે જ કાળજું કંપાવી દેતી કરૂણાંતિકા: AC કોમ્પ્રેસરના ભયાનક ધડાકા બાદ નર્સરીમાં ઓક્સિજન સિલિન્ડરો ફાટતાં આખી વિંગ અગનગોળો બનીઃ પોતાના માસૂમ બાળકોને બચાવવા માતા-પિતાની ભયાનક ચીસાચીસ અને દોડધામઃ ૧૫માંથી ૧૪ બાળકો સળગીને ખાખ થઈ જતાં ભારે આક્રંદઃ સરકારી તંત્રની ઘોર બેદરકારી સામે આખા પાકિસ્તાનમાં ભારે રોષ અને ફફડાટ

નવી દિલ્હી:પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાંથી માનવતાને સ્તબ્ધ કરી દે અને કાળજું ચીરી નાખે તેવા એક અત્યંત સનસનાટીભર્યા અને દિલધડક સમાચાર સામે આવ્યા છે! પાકિસ્તાનની સૌથી મોટી સરકારી હોસ્પિટલ 'પાકિસ્તાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ' (PIMS) ના ગાયનેકોલોજી વોર્ડમાં આવેલા એનઆઈસીયુ (Nursery/ICU) માં એસી (AC) નું કોમ્પ્રેસર ફાટતાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી! આ અગ્નિકાંડમાં સારવાર હેઠળ રહેલા ૧૫ જેટલા નવજાત બાળકો સળગી જતાં તેમના કરૂણ મોત નિપજ્યા છે!
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ આગ સવારે લગભગ 7:00 વાગ્યે લાગી હતી. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી, આ સાથે જ કૂલિંગ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનાને પગલે હૉસ્પિટલની નવજાત શિશુ અને મેટરનિટી સુવિધાઓમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.
રેસ્ક્યૂ ઓપરેશન સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, 'રાજધાની સ્થિત હૉસ્પિટલની નર્સરીમાં વહેલી સવારે એર-કન્ડીશનરનું કમ્પ્રેસર ફાટતાં આ આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને ટીમ દ્વારા ઘટનાસ્થળે કૂલિંગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.' જિલ્લા તંત્રના જણાવ્યા મુજબ, MCH વૉર્ડના ત્રીજા માળે લાગેલી આગમાં 15 બાળકો ગંભીર રીતે દાઝી ગયાં હતાં.
જિલ્લા તંત્રના જણાવ્યા પ્રમાણે દુર્ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડની છ ગાડીઓ અને ચાર એમ્બ્યુલન્સ સામેલ હતી. આ ઘટનાની તપાસ માટે એડિશનલ ડેપ્યુટી કમિશનરના અક્ષ્યક્ષતામાં એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.
(5:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
