News of Wednesday, 26th August 2026
હોટલોના ફ્રી વાઈ-ફાઈ સામે વૈશ્વિક ટેક ચિંતક ‘માઈક્રોસોફ્ટ’ની ભયાનક ચેતવણીઃ એક જ ક્લિકમાં તમારો ડેટા અને કમાણી સાફ થઈ જશે
ફ્રી ઈન્ટરનેટ વાપરવાના ચસ્કામાં કરોડો લોકો હેકર્સની જાળમાં:માઈક્રોસોફ્ટે (Microsoft) સત્તાવાર એડવાઈઝરી જાહેર કરી બોમ્બ ફોડ્યોઃ હોટલો, એરપોર્ટ અને કેફેના અનસિક્યોર્ડ ઓપન વાઈ-ફાઈ નેટવર્ક બહુ જ ભયાનક અને જોખમીઃ ક્રેડિટ કાર્ડ વિગતો, બેંક પાસવર્ડ અને પર્સનલ ફોટો-ડેટા ચોરાઈ જવાનો મોટો વિસ્ફોટઃ ડિજિટલ યુગમાં સુરક્ષિત રહેવા પબ્લિક વાઈ-ફાઈથી દૂર રહેવા ગ્લોબલ વોર્નિંગ

નવી દિલ્હી: ટેકનોલોજીની દુનિયા અને ગ્લોબલ સાયબર સ્પેસમાંથી એક અત્યંત સનસનાટીભર્યા, ધડાકાભર્યા અને દરેક સ્માર્ટફોન વાપરનાર માટે ચેતવણીરૂપ સમાચાર સામે આવ્યા છે! વિશ્વની આઈટી ક્ષેત્રની દાદા ગણાતી કંપની માઈક્રોસોફ્ટે (Microsoft) હોટલો, રિસોર્ટ્સ અને એરપોર્ટ્સ પર મળતા ફ્રી વાઈ-ફાઈ નેટવર્કને લઈને અત્યંત ભયાનક ચેતવણી ઉચ્ચારી છે. જો તમે પણ હોટલમાં રોકાણ કરતી વખતે ‘ફ્રી વાઈ-ફાઈ’ થી મોબાઈલ કે લેપટોપ કનેક્ટ કરો છો, તો ક્ષણવારમાં તમારું સર્વસ્વ લૂંટાઈ શકે છે!
નાની મોટી બધુ હોટેલ્સ પણ તેનાં વિવિધ ફીચર્સ અને એમેનિટિઝના લિસ્ટમાં અચૂકપણે ફ્રી વાઇ-ફાઇનો ઉલ્લેખ કરતી હોય છે. આપણે હોટેલ બુક કરતી વખતે કદાચ તેના તરફ બહુ ધ્યાન ન આપીએ પરંતુ ચેક-ઇન સમયે રિસેપ્શન પર હોટેલનો ફ્રી વાઇ-ફાઇ પાસવર્ડ અચૂકપણે પૂછી લઇએ છીએ! હવે માઇક્રોસોફ્ટ કંપનીએ પણ તેમાં સૂર પુરાવ્યો છે. કંપનીના કહેવા અનુસાર સમગ્ર વિશ્વમાં હેકર્સ હોટેલના ફ્રી વાઇ-ફાઇ નેટવર્ક્સને ટાર્ગેટ કરી રહ્યા છે. કંપનીના કહેવા અનુસાર આ હેકર્સ રશિયન હોઈ શકે છે. એ રીતે તેઓ યૂઝર્સના વિવિધ પાસવર્ડ તથા અન્ય સંવેદનશીલ ડેટા ચોરવાનો પ્રયાસ કરે છે તેમ જ આપણા ડિવાઇસમાં માલવેર પણ ઇન્જેક્ટ થઈ શકે છે. માઇક્રોસોફ્ટ કંપનીના કહેવા અનુસાર અમુક ચોક્કસ હેકર્સ ગ્રૂપ ખાસ કરીને બિઝનેસ ટ્રાવેલર્સને ટાર્ગેટ કરીને તેમના કોર્પોરેટ એકાઉન્ટ્સનો ડેટા ચોરવાનો પ્રયાસ કરે છે. નેટબેંકિંગ કે ઓનલાઇન શોપિંગ પછી પેમેન્ટ સમયે ફ્રી વાઇ-ફાઇનો ઉપયોગ બિલકુલ હિતાવહ નથી. ખરેખર તો તમારા ફોનમાં તમે ખરીદેલો ડેટા પ્લાન રોમિંગ સમયે થોડો મોંઘો પડે તો પણ ફ્રી વાઇ-ફાઇ નેટવર્કનો ઉપયોગ ટાળવામાં જ સલામતી છે.
(5:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
