<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

ટેક્‍સી છે કે આખું સુપરમાર્કેટ?

બેન્‍ગકોકના એક ટેક્‍સી ડ્રાઇવરે પોતાની કેબને હરતી-ફરતી ફ્રી દુકાન બનાવી દીધી : ટૂથબ્રશ, મોજાં, ક્રીમ, સ્‍નેક્‍સ અને પાળતુ પ્રાણીઓનું ફૂડ સહિતની વસ્‍તુઓ મુસાફરો જરૂર મુજબ મફતમાં લઈ જઈ શકે છે

બેન્‍ગકોક,તા.૨૭: બેન્‍ગકોકના રસ્‍તાઓ પર ટેક્‍સી ચલાવનારા એક ડ્રાઇવરે પોતાના વાહનને એવી ચીજોથી ભરી દીધું છે કે એમાં બેસનાર કોઈ પણ વ્‍યક્‍તિ અચંબિત થઈ જાય છે. સામાન્‍ય રીતે પ્રવાસીઓ એક જગ્‍યાએથી બીજી જગ્‍યાએ જવા માટે ટેક્‍સીમાં બેસતા હોય છે. જોકે આ સમય દરમ્‍યાન તેમને શોપિગ પણ કરવા મળી જાય તો? બેન્‍ગકોકનો એક ડ્રાઇવર આ ટૂ-ઇન-વન અનુભવ આપે છે. તેણે ટેક્‍સીમાં જ જીવનજરૂરિયાતની રોજબરોજની ચીજો ડિસ્‍પ્‍લેમાં રાખવાનું શરૂ કરી દીધું છે જે એક હરતી-ફરતી દુકાન જેવી થઈ ગઈ છે. જોકે અહીં અલગ વાત એ છે કે આ ચીજો પૈસાથી ખરીદવા માટે નથી. જેને જરૂર હોય તે ફ્રીમાં એ ચીજ લઈ જઈ શકે છે. વિડિયોમાં એક કન્‍ટેન્‍ટ ક્રીએટર ડ્રાઇવર સાથે વાત કરતો જોવા મળે છે. તે ડ્રાઇવરને પૂછે છે કે શું ખરેખર આ ચીજો તે મફતમાં લઈ જઈ શકે છે? ત્‍યારે ડ્રાઇવર તેને હામાં જવાબ આપે છે. એમાં ટૂથબ્રશ, મોજાં, બેબી પાઉડર, અરીસો, ક્રીમ જેવી રોજબરોજની ચીજો છે. અહીં સ્‍નેક્‍સ અને પાળતુ કેટ અને ડોગ માટેનું ફૂડ પણ રાખેલું હોય છે. ડ્રાઇવર મુસાફરોને પાણી અને કોફી પણ ઑફર કરે છે

 

 

(3:46 PM IST)