<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

કસ્‍ટડી પતિને મળે એમ હતી એટલે માએ ૧૧ મહિનાના દીકરાને પતાવી નાખ્‍યો

ન્‍યુ મેક્‍સિકો,તા.૩૧: ન્‍યુ મેક્‍સિકોના સિલ્‍વર સિટીમાં એક મહિલાએ પતિ સાથે બદલો લેવા માટે ક્રૂરતાની તમામ હદો પાર કરી લીધી. ૩૬ વર્ષની મેડલિન વેરોનિક નામની મહિલાને તેના જ ૧૧ મહિનાના દીકરાની હત્‍યા માટે પકડવામાં આવી છે. તેના પર એવો આરોપ છે કે તેણે દીકરાની કસ્‍ટડી પતિને ન આપવી પડે એ માટે દીકરાની હત્‍યા કરી હતી. કોર્ટે ટેમ્‍પરરીધોરણે દીકરાની કસ્‍ટડી પિતાને આપી હતી. આ વાતે ગુસ્‍સે ભરાયેલી મેડલિને પતિના ઘરેથી દીકરાનું અપહરણ કર્યું અને પછી દીકરાને લઈને ભાગી ગઈ હતી. જ્‍યારે પોલીસને બાળક ગાયબ થયું હોવાની ખબર પડી તો સૌથી પહેલી શંકા તેની મા પર ગઈ. પોલીસે મહિલાના ઘરે જઈને કસ્‍ટડી માગી પણ મહિલાએ દરવાજો જ ન ખોલ્‍યો. પોલીસે ધમકી આપી કે જો દરવાજો નહીં ખોલવામાં આવે તો તોડી નાખીશું. જોકે એ પછી થોડી વારમાં બંદૂકની ગોળી ચાલવાનો અવાજ આવ્‍યો હતો. પોલીસને પહેલાં લાગ્‍યું કે કદાચ મહિલાએ ખુદને ઇન્‍જર્ડ કરવાની કોશિશ કરી હશે, પરંતુ મામલો જુદો જ હતો. તેણે દીકરાને એના ચહેરા પર જ ગોળી મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. તરત જ પોલીસ દરવાજો તોડીને અંદર ઘૂસી તો મહિલા પોતાને ગોળી મારવાની કોશિશ કરી રહી હતી. મેડલિને કબૂલી લીધું હતું કે તેણે દીકરાને પાશવી પિતાની ચુંગાલમાંથી બચાવવા માટે આમ કર્યું હતું.

 

(10:48 AM IST)