તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 31st August 2026
વાળ ખરવાની ભયાનક સમસ્યામાંથી કાયમી મુક્તિનો મસમોટો ધડાકોઃ નાળિયેર તેલમાં આ ૩ ચમત્કારીક વસ્તુઓ ભેળવીને લગાવો, વાળ ખરતાં ત્વરિત બંધ થઈ જશે
કેમિકલયુક્ત શેમ્પૂ અને મોંઘા તેલ ભૂલી જાઓ:માત્ર ૩ જ વસ્તુઓ તેલમાં મિક્સ કરતાં જ વાળના મૂળ થશે લોખંડ જેવા મજબૂતઃ અકાળે ધોળા થતા વાળ, ખોડો અને ટાલ પડવાની ભયાનક સમસ્યા પર સટાકથી લાગશે બ્રેક: જાણો આ ચમત્કારી તેલ બનાવવાની અને વાળમાં વાપરવાની અતિ સરળ અને સાચી રીતઃ પુરુષો અને મહિલાઓ બંને માટે વરદાનરૂપ સાબિત થતાં નુસખાથી બ્યુટી વર્તુળોમાં ભારે ચર્ચા અને હરખની હેલી

નવી દિલ્હી:આજના ધમાલિયા જીવન, પ્રદૂષણ અને ખરાબ ખોરાકના કારણે નાના-મોટા દરેક નાગરિકો વાળ ખરવાની ભયાનક સમસ્યાથી પીડાઈ રહ્યા છે. વાળ ખરી જવા, પાતળા થઈ જવા કે નાની ઉંમરમાં ટાલ પડી જવાની ચિંતા કરતા લોકો માટે એક અત્યંત સનસનાટીભર્યો અને રાહત આપનારો ઘરોબાર નુસખાનો ધડાકો સામે આવ્યો છે!
1) મેથીના દાણા અને નાળિયેર તેલ
મેથીના દાણા પરંપરાગત રીતે વાળની સંભાળ માટે વપરાય છે. અડધો કપ નાળિયેર તેલમાં 1-2 ચમચી મેથીના દાણા નાખીને ધીમા તાપે થોડી મિનિટો ગરમ કરો. તેલ ઠંડુ થાય એટલે તેને ગાળી લો. આ તેલથી સ્કેલ્પ (માથાની ત્વચા) અને વાળમાં હળવા હાથે માલિશ કરો અને 30 મિનિટથી 1 કલાક પછી વાળ ધોઈ લો. આ પ્રયોગથી વાળ સિલ્કી અને મુલાયમ બને છે.
2) એલોવેરા જેલ અને નાળિયેર તેલ
જો તમારા વાળ ખૂબ જ શુષ્ક અને બેજાન હોય તો 2 ચમચી નાળિયેર તેલમાં 1 ચમચી એલોવેરા જેલ બરાબર મિક્સ કરો. આ મિશ્રણને વાળની લંબાઈ અને ખાસ કરીને નીચેના છેડા પર લગાવો. 20-30 મિનિટ રાખ્યા બાદ માઇલ્ડ શૅમ્પૂથી વાળ ધોઈ લો. એલોવેરા વાળની ડ્રાયનેસ દૂર કરીને તેને ઊંડાણપૂર્વક મોઇશ્ચરાઇઝ કરે છે.
3) મીઠા લીમડાના પાન (કરી પત્તા)
એક કપ નાળિયેર તેલમાં 8-10 સાફ અને સુકાયેલા મીઠા લીમડાના પાન નાખીને ધીમા તાપે ગરમ કરો. પાન હળવા કડક (કુડકુડા) થાય એટલે ગેસ બંધ કરી તેલ ઠંડુ થવા દો. આ તેલને ગાળીને વાળના મૂળથી લંબાઈ સુધી લગાવી માલિશ કરો અને 30-60 મિનિટ પછી શૅમ્પૂ કરી લો.
માત્ર તેલ લગાવવાથી જ વાળનું તૂટવું પૂરેપૂરું બંધ થતું નથી. તેની સાથે વાળની યોગ્ય કાળજી લેવી પણ એટલી જ જરૂરી છે. વાળ પર વારંવાર સ્ટ્રેટનર, કર્લર કે ગરમ દવાનો ઉપયોગ કરવાનું ટાળો. ભીના વાળને જોરથી ઘસવાને બદલે હળવા હાથે સુકવો અને વાળને બહુ કડક બાંધવાનું ટાળો. આ ઉપરાંત, આહારમાં પર્યાપ્ત પ્રોટીન, આયર્ન, લીલા શાકભાજી અને કઠોળ સામેલ કરો, જેથી વાળ અંદરથી મજબૂત, કાળા અને ઘાટા બને.
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
