તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
મધ્યપૂર્વમાં મહાયુદ્ધનો ભયાનક ધડાકોઃ અમેરિકાના વિનાશક હુમલા સામે ઇરાનનો કાળજું ધ્રૂજાવતો વળતો પ્રહાર, આખું મિડલ ઈસ્ટ ભડકે બળ્યું
વિશ્વયુદ્ધના ભયાનક એંધાણ: યુએસ એરફોર્સના ઘાતક મિસાઈલ હુમલા બાદ ઈરાને રોકેટ અને ડ્રોનનો રાક્ષસી મારો ચલાવ્યોઃ સમગ્ર મધ્યપૂર્વમાં ભારે ફફડાટ અને સન્નાટો

નવી દિલ્હી: મધ્યપૂર્વ (મિડલ ઈસ્ટ) માં ફરી એકવાર ભયાનક વિસ્ફોટક સ્થિતિ સર્જાતાં ત્રીજા વિશ્વયુદ્ધના ભયાનક એંધાણ વર્તાઈ રહ્યા છે! અમેરિકી દળોએ ઈરાન સમર્થિત લક્ષ્યાંકો અને લશ્કરી અડ્ડાઓ પર કાન ફાડી નાખે તેવો ઘાતક હવાઈ હુમલો કરી મોટો ધડાકો કર્યો હતો. પરંતુ આ હુમલાના કલાકોમાં જ ઈરાને પણ તમામ મર્યાદાઓ ઓળંગીને અમેરિકી સૈન્ય મથકો અને તેના સાથી દેશો પર મિસાઈલો તથા સ્યુસાઈડ ડ્રોનનો કાળજું કંપાવી દે તેવો વળતો પ્રહાર કરી દીધો છે! બંને મહાસત્તાઓ સામસામે આવી જતાં સમગ્ર મધ્યપૂર્વમાં સનસનાટી અને ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ચારેય તરફ ધુમાડાના ગોટેગોટા અને આકાશમાંથી બારૂદનો વરસાદ વરસતાં આખી દુનિયાના દેશોમાં ભારે અરેરાટી છવાઈ ગઈ છે!
અમેરિકાએ હોર્મુઝમાંથી પસાર થતાં જહાજોને નિશાન બનાવતા લારક ટાપુ પરના રોકેટ લોન્ચરો ખતમ થતાં ઇરાન બરોબરનું ભડક્યુ છે. ઇરાનને લાગી રહ્યુ છે કે અમેરિકા આમ કરીને હવે હોર્મુઝ પરની તેની પક્કડ ઓછી કરે આખી ખાડીને તેના નિયંત્રણમાં લેવાની પેરવીમાં છે. તેથી જ ઇરાને વળતો હુમલો કરતાં જોર્ડનમાં અમેરિકન લશ્કરી થાણાઓને મિસાઇલો અને ડ્રોનથી નિશાન બનાવ્યા હતા.
અમેરિકાનો ૨૯ જુલાઈ પછી ઇરાન પર આ પહેલો હુમલો છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા મુજબ ઇરાન પર તાજેતરમાં કરવામાં આવેલા હુમલા હોર્મુઝમાં જહાજોનું આવાગમન સલામત રાખવા કરવામાં આવ્યા છે. અમેરિકન અધિકારીઓનો દાવો છે કે ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે લારક દ્વીપ પર એવા રોકેટ તૈયાર કરી રહ્યા હતા જેનાથી દરિયામાં વિસ્ફોટક સુરંગો લોન્ચ કરવાની હતી.
ઇરાને તેના જવાબમાં જોર્ડનમાં આવેલા કિંગ હુસૈન એરબેઝ અને અલ-અઝરક એરબેઝ પર મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો. ઇરાનના સરકારી મીડિયાએ દાવો કર્યો છે કે આ હુમલામાં અમેરિકન લશ્કરી થાણાના સાધનો, ટેકનિકલ ઇન્ફ્રાસ્ટ્રકચર અને લડાયક વિમાનોના ઠેકાણાઓને ભારે નુકસાન પહોંચ્યું છે. જ્યારે અમેરિકન સૂત્રો મુજબ તેની એર ડિફેન્સ સિસ્ટમે લગભગ બધી ઇરાની મિસાઇલોને હવામાં જ તોડી પાડી હતી. અમેરિકાએ ઇરાન પર તાજા હુમલા ત્યારે કર્યા છે જ્યારે નવેમ્બરમાં અમેરિકામાં મિડ ટર્મ ચૂંટણી થવાની છે. ઇરાન યુદ્ધને લઈને અમેરિકન રાજકારણમાં પણ ગરમાટો છે. ડેમોક્રેટિક સેનેટર જેક રીડે ટ્રમ્પ તંત્રની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે છ મહિના પછી પણ ટ્રમ્પ તંત્ર યુદ્ધમાં જાહેર કરેલું કોઈપણ લક્ષ્યાંક હાંસલ કરી શક્યું નથી. જો ઇરાન હારી ગયું હોય તો તેણે હજી સુધી સરેન્ડર કેમ કર્યુ નથી, અમેરિકા જીતી ગયું હોય તો પછી અમેરિકન લશ્કર યુદ્ધ પૂરુ થયા પછી મધ્યપૂર્વમાં શું કરે છે તેવા અણિયાળા સવાલો પૂછ્યા હતા. સોમવારે ઇરાનીયન ડ્રોન યુએઈએ પણ આંતર્યા હતા.
(6:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
