તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Wednesday, 28th October 2026
વિદેશની ધરતી પર સર્જાયું રક્તરંજિત તાંડવ: સ્પેનમાં બે હાઈ-સ્પીડ બુલેટ ટ્રેનો સામસામે ભયાનક રીતે ધડાકાભેર અથડાતાં ૪૦ માસૂમ મુસાફરોના કમકમાટીભર્યા મોત
કાન ફાડી નાખે તેવા ગોઝારા વિસ્ફોટ સાથે ટ્રેનોના ડબ્બાઓના કૂચેકૂચા ઊડી ગયા: લોહીલુહાણ દ્રશ્યો અને મરણચીસોથી આખું યુરોપ કંપી ઊઠ્યું: લોકોના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:યુરોપના વિકસિત દેશ સ્પેનમાંથી સમગ્ર વિશ્વને સ્તબ્ધ અને ધ્રૂજાવી દેતી એક અત્યંત ખૌફનાક, અરેરાટીભરી અને કાળજું કંપાવી દેતી ગોઝારી રેલ હોનારત સામે આવી છે. સ્પેનમાં પુરઝડપે દોડતી બે હાઈ-સ્પીડ ટ્રેનો (High-Speed Trains) એક જ ટ્રેક પર સામસામે આવી જતાં કાળમુખી સ્પીડે ભયાનક ધડાકા સાથે અથડાઈ ગઈ હતી! અકસ્માત એટલો વિકરાળ હતો કે ટ્રેનોના બોગીઓના રમકડાની જેમ કૂચેકૂચા ઊડી ગયા હતા અને પતરાંનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
સ્થાનિક સમય મુજબ સવારે 9 વાગ્યાની આસપાસ રેનફે અને ઈરિયો કંપનીની બે હાઈ-સ્પીડ ટ્રેનો વચ્ચે આ ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો બધો ભયાનક હતો કે ઈરિયો ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઊથલી પડ્યા હતા અને ઊંડી ખાઈમાં ખાબક્યા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરોમાં ટ્રેનના ડબ્બા પલટી ગયેલા અને રાહત-બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે કામગીરી કરતી જોવા મળે છે.
ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સ અને ઈમરજન્સી મેડિકલ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તોની સંખ્યા હજુ સ્પષ્ટ થઈ નથી, પરંતુ નજીકના ઉર્દા શહેરના મેયરે જણાવ્યું કે ઈમરજન્સી સેવાઓની સૂચના બાદ ઈજાગ્રસ્તોને આશ્રય અને પ્રાથમિક સારવાર આપવા માટે એક સ્થાનિક સ્પોર્ટ્સ હોલ તૈયાર કરવામાં આવ્યો છે.
સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે આ ગંભીર રેલ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે તેઓ સતત પરિવહન મંત્રાલય અને સંબંધિત અધિકારીઓના સંપર્કમાં છે.
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
