તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
આકાશમાં મોતનું પિશાચી તાંડવઃ ટર્કિશ એરલાઇન્સનું વિમાન ભયાનક ટર્બુલન્સમાં ફસાયું: હવામાં ઝોલાં ખાતા વિમાનમાં મુસાફરોની કાળજું કંપાવી દેતી ચીસાચીસ
૩૦,૦૦૦ ફૂટની ઊંચાઈએ અચાનક વિમાન પિશાચી સ્પીડે નીચે પટકાયું: ટર્મિનલ જેવો કાળમુખો આક્રોશ અને પેસેન્જરોના જીવ તાળવે ચોંટ્યા:સીટબેલ્ટ બાંધેલા મુસાફરો પણ હવામાં ઉછળ્યા, સામાન વિખેરાઈ જતાં પિશાચી દ્રશ્યો સર્જાયા:કાળમુખા પવનના ધક્કાથી વિમાન ધ્રૂજી ઊઠતાં અંદર ખેલાયો મોતનો ભયાનક ખેલ

નવી દિલ્હી:આકાશની ઊંચાઈઓમાંથી વિમાન મુસાફરોના હોશ ઉડાડી દેતો, કાનમાંથી ધુમાડા કાઢી નાખતો અને કાળજું કંપાવી દેતો એક અત્યંત ચોંકાવનારો અને કાળમુખો ધડાકો સામે આવ્યો છે! હવામાં હજારો ફૂટની ઊંચાઈએ ઊડી રહેલું ટર્કિશ એરલાઇન્સનું (Turkish Airlines) વિમાન અચાનક જ ભયાનક રાક્ષસી ટર્બુલન્સ (હવાના દબાણના કાળમુખા આંચકા) માં ફસાઈ જતાં મુસાફરો વચ્ચે કારમી ચીસાચીસ અને ભયાનક ભાગદોડ મચી ગઈ છે.
ફ્લાઇટમાં પોતાની માતા સાથે મુસાફરી કરી રહેલી એક પ્રવાસીએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, ઉડાન દરમિયાન બધું સામાન્ય હતું પરંતુ મુશ્કેલી વિમાન નીચે ઉતરતી વખતે શરૂ થઈ હતી. પાયલટે ટ્યૂનિસ-કાર્થેજ એરપોર્ટ પર વિમાન ઉતારવા માટે ત્રણ વખત પ્રયાસ કર્યા હતા, પરંતુ દર વખતે વિમાન ખરાબ રીતે હલી રહ્યું હતું. ત્રીજા પ્રયાસ દરમિયાન પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે વિમાન કોઈ ફ્રી ફોલની જેમ અચાનક નીચે પડવા લાગ્યું હોય તેવું લાગ્યું હતું. ખરાબ હવામાનને કારણે વિમાનને વિસ્તાર ઉપર ચક્કર પણ લગાવવા પડ્યા હતા.
ટ્યૂનિસ-કાર્થેજ એરપોર્ટ પર લેન્ડિંગ અસંભવ બનતાં આખરે ફ્લાઇટને ત્યાંથી આશરે 60 માઈલ દક્ષિણમાં આવેલા એનફિધા-હમ્મામેટ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ વૈકલ્પિક એરપોર્ટ પર વિમાને સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. આ ડરામણી ઘટનામાં સદનસીબે કોઈ પણ મુસાફરને ઈજા પહોંચી ન હતી, પરંતુ ખરાબ હવામાન અને વારંવાર નિષ્ફળ ગયેલા પ્રયાસોએ મુસાફરો માટે આ સફરને ક્યારેય ન ભૂલાય તેવો ડરામણો અનુભવ બનાવી દીધો હતો.
(6:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
