તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
વિજ્ઞાન જગતમાં મહાક્રાંતિ: ઓપનએઆઈ ગણિતના સૌથી અઘરા વણઉકેલાયેલા સવાલના ઉકેલની સાવ નજીક: વૈજ્ઞાનિકો સ્તબ્ધ
માનવ મગજને પણ થકવી દે તેવા સમીકરણો હવે AI ઉકેલશે: ઓપનએઆઈના નવા સુપર-ઇન્ટેલિજન્ટ મોડેલનો વિસ્ફોટક દાવો:ગ્લોબલ ટેકનોલોજીની દુનિયામાં ભારે ખળભળાટ અને સસ્પેન્સ

નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં અત્યાર સુધીનો સૌથી મોટો ચમત્કાર થવા જઈ રહ્યો છે. ચેટજીપીટી (ChatGPT) બનાવનારી કંપની 'ઓપનએઆઈ' (OpenAI) એ દાવો કર્યો છે કે તેમના વૈજ્ઞાનિકો અને એઆઈ મોડેલ્સે ગણિતશાસ્ત્રના એવા જટિલ સવાલો અને કોયડાઓ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે, જે સદીઓથી દુનિયાના મહાન ગણિતશાસ્ત્રીઓ માટે પણ એક વણઉકેલાયેલું રહસ્ય હતા. આ નવી ટેક્નોલોજી માનવ સમાન વિચારવાની અને તર્ક કરવાની ક્ષમતા (Reasoning) ધરાવતી હોવાના અહેવાલોથી વૈજ્ઞાનિક જગતમાં સનસનાટી મચી ગઈ છે.
આ સમસ્યા પ્લેનર યુનિટ ડિસ્ટન્સ પ્રોબ્લેમ તરીકે ઓળખાય છે. સરળ ભાષામાં કહીએ તો, કોઈ સમતલ સપાટી પર કેટલી રીતે બિંદુઓ ગોઠવી શકાય કે જેમાં સૌથી વધુ બિંદુ-જોડીઓ વચ્ચેનું અંતર ચોક્કસ એક યુનિટ રહે, એ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી માનવામાં આવતું હતું કે ચોરસ ગ્રીડ જેવી ગોઠવણી સૌથી શ્રેષ્ઠ છે. પરંતુ ઓપનએઆઈના એઆઈ મોડલે એવી નવી ગોઠવણી શોધી કે જેણે જૂની માન્યતાઓને ખોટી સાબિત કરી.
આ પહેલીવાર છે જ્યારે એઆઈ દ્વારા આપવામાં આવેલો ગણિતીય પુરાવો એટલો મજબૂત માનવામાં આવી રહ્યો છે કે જો માનવ ગણિતજ્ઞાોએ એકલા તૈયાર કર્યો હોત તો તે ગણિતની સૌથી પ્રતિષ્ઠિત જર્નલોમાં પ્રકાશિત થઈ શક્યો હોત. એઆઈએ આ ઉકેલ માટે ખૂબ જ ઊંડા ગણિતીય ક્ષેત્રો જેવા કે, અલ્જેબ્રિક નંબર થિયરીનો ઉપયોગ કર્યો.
ઉલ્લેખનીય છે કે, આ રીત વિશે માનવ ગણિતજ્ઞાોએ પહેલાં વિચાર્યું પણ નહોતું. જાણીતા ગણિતજ્ઞા ટેરેન્સ તાઓ સહિતના નિષ્ણાતોએ આ ઘટનાને ગણિતના ઈતિહાસમાં મહત્વપૂર્ણ ગણાવી છે. હાલમાં આખી મૂળ સમસ્યા સંપૂર્ણ રીતે ઉકેલાઈ ગઈ નથી, પરંતુ એઆઈ દ્વારા મળેલો આ નવો પુરાવો અને નવી દિશા ગણિતના ક્ષેત્રમાં ક્રાંતિ સમાન માનવામાં આવી રહી છે.
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
