<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

મિડલ ઈસ્ટમાં મહાજંગ: ઈરાન સાથેના ઘમાસાણ યુદ્ધમાં અમેરિકાના ૪૫ અતિ આધુનિક ડ્રોન ખાખ: ૧૦૦૦થી વધુ પેટ્રિયેટ મિસાઈલો છોડાઈ

અબજો ડોલરનું આંધણ: ઈરાની ડ્રોન અને મિસાઈલ હુમલાઓને રોકવા અમેરિકી એર ડિફેન્સ સિસ્ટમનું આક્રમક ઓપરેશન:અમેરિકી સૈન્યને મોટું આર્થિક અને શસ્ત્ર ક્ષતિ

નવી દિલ્હી :મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે અત્યંત ભયાનક અને વિનાશક વળાંક લઈ ચૂક્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઘમાસાણ જંગ દરમિયાન અમેરિકી સેનાના આશરે ૪૫ જેટલા અત્યાધુનિક અને કિંમતી રિકોનિસન્સ તથા એટેક ડ્રોન નષ્ટ થઈ ગયા છે. બીજી તરફ, ઈરાન તરફથી થઈ રહેલા સતત મિસાઈલ અને ડ્રોન હુમલાઓથી પોતાના લશ્કરી મથકો તથા સહયોગી દેશોને બચાવવા માટે અમેરિકાએ અત્યાર સુધીમાં ૧૦૦૦થી પણ વધુ કિંમતી ‘પેટ્રિયેટ’ (Patriot) એર ડિફેન્સ મિસાઈલો દાગવી પડી છે.

અમેરિકા રીપર ડ્રોનનો ઉપયોગ દેખરેખ અને હુમલા માટે કરે છે. એક રીપર ડ્રોનની કિંમત તેના સેન્સર અને શસ્ત્રોના આધારે ત્રણથી પાંચ કરોડ ડોલર સુધીની હોઈ શકે છે. આ હિસાબે અમેરિકાએ ૪૫ ડ્રોન ગુમાવતા તેને ૧.૩ અબજ ડોલરનો ફટકો પડયો હોવાનું માનવામાં આવે છે. જો કે બધા જ રીપર ડ્રોન ઇરાનના હુમલામાં ખતમ થયા છે તેવું નથી. કેટલાક ડ્રોનનો તો ઓપરેટર સાથે સંપર્ક તૂટી ગયો હતો અને તે તૂટી પડયા હતા. આમ અમેરિકાએ ઇરાન સાથેના યુદ્ધમાં ડ્રોનની સાથે-સાથે ટેકનિકલ તકલીફોનો પણ સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકાએ ઇરાન સાથેના યુદ્ધમાં રીપર ડ્રોનનો મોટાપાયા પર ઉપયોગ કર્યો. હોર્મુઝની ખાડીની આસપાસ તેનો મોટાપાયા પર ઉપયોગ કરવામાં આવ્યો. રીપર ડ્રોન આકાશમાં લાંબા સમય સુધી રહીને નજર રાખી શકે છે અને જરૂર પડે તો હુમલો પણ કરી શકે છે. જો કે તેની સ્પીડ ઓછી હોવાથી તે જ્યારે પણ નીચી સપાટીએ ઉડે છે ત્યારે ઇરાનના લશ્કર અને યમન તેમજ ઇરાકમાં તેના સહયોગી જૂથો માટે સરળતાથી નિશાન બની શકે છે. યુદ્ધ શરુ થયું તે પહેલા અમેરિકા પાસે લગભગ ૧૮૫ રીપર ડ્રોન હતા. તેમા એરફોર્સ પાસે ૧૬૫ અને મરીન પાસે ૨૦ હતા. મરીન કોર્પ્સે જણાવ્યું હતું કે તેના કોઈપણ રીપર ડ્રોનને નુકસાન થયું નથી. ઇરાન યુદ્ધમાં અમેરિકાએ મોટાપાયા પર મિસાઇલોનો પણ ઉપયોગ કર્યો. યુદ્ધના પહેલા મહિનામાં અમેરિકાએ ૮૫૦થી વધુ ટોમહોક ક્રૂઝ મિસાઇલ અને ૧૦૦૦થી વધુ પેટ્રિયેટ અને થાડ મિસાઇલનો ઉપયોગ કર્યો. અમેરિકાની વર્તમાન ક્ષમતાં એક વર્ષમાં કમસેકમ ૯૬ થાડ ઇન્ટરસેપ્ટર બનાવી શકવાની છે. યુએઈએ હોર્મુઝની ખાડીમાંથી પસાર થઈ રહેલા સરકારી ઓઇલ કંપની એડનોકના બે ઓઇલ ટેન્કરો પર હુમલો કરવાનો ઇરાન પર આરોપ મૂક્યો છે. યુએઈના વિદેશ મંત્રાલયે આ હુમલાને ઇરાનની દરિયાઈ ચાંચિયાગીરી સમાન ગણાવ્યો હતો. આ હુમલામાં કોઈની જાનહાનિના સમાચાર નથી. આમ છતાં હોર્મુઝમાંથી પસાર થતાં જહાજોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે.

(6:27 PM IST)