<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી

વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:અમેરિકાના ફ્લોરિડાથી વિમાન દુર્ઘટના અને મોતના તાંડવની એક અત્યંત ચોંકાવનારી, ખૌફનાક અને સનસનાટીભરી ઘટના સામે આવી છે! ફ્લોરિડાના આકાશમાંથી પસાર થઈ રહેલા એક પ્રાઈવેટ બિઝનેસ જેટ પ્લેનમાં અચાનક જ ટેક્નિકલ ખામી સર્જાઈ હતી અથવા તો એન્જિન ફેલ થઈ જવાને કારણે પ્લેનનો કાબૂ છૂટી ગયો હતો.

દક્ષિણ ફલોરિડામાં ૯ પ્રવાસીઓને લઈ જતું એક ખાનગી બિઝનેસ જેટ તૂટી પડતાં તેમાં રહેલા ક્રૂ-મેમ્બર સહિત નવે નવ પ્રવાસીઓનાં મૃત્યુ થયાં છે. દક્ષિણ ફલોરિડા સ્થિત પ્રમુખ ટ્રમ્પનાં રિસોર્ટ માર-એ-લાગોથી માત્ર ૯ માઈલ જ દૂર બનેલી આ ઘટનાથી અમેરિકામાં હડકંપ મચી ગયો છે. વિમાન વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓને લઈને કેરેબિયન સીમાં રહેલા બાહમાસ દ્વિપ સમુહ તરફ જઈ રહ્યું હતું ત્યાં જ તે પામ-બીચ કાઉન્ટીમાં આવેલાં ક્રેસ્ટ-હેવન શહેર પાસે તૂટી પડયું. રસ્તાના કાંઠે મિસાઈલની જેમ અગન-ગોળામાં ફેરવાયેલું વિમાન તૂટી પડયું હતું, પરંતુ રહેણાક વિસ્તારથી થોડું દૂર પડયું હોવાથી સદભાગ્યે મોટી જાનહાની બચી ગઈ હતી, પરંતુ ધોરી માર્ગ પર તેથી વિશાળ ખાડો પડી ગયો હતો.
વાસ્તવમાં તે ધોરીમાર્ગ ઉપર વાહનોની સતત આવન-જાવન રહે છે, પરંતુ તે દુર્ઘટના સમયે તે દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારમાંથી કોઈ વાહન, જતાં, આવતાં ન હતાં. બીજી તરફ તે ધોરી માર્ગ ઉપર પસાર થતાં વાહનો બંને તરફ થંભી ગયાં હતાં. જેમાં રહેલાઓએ આ દુર્ઘટનાના વિડીયો ઉતાર્યા છે તેમાં આકાશમાંથી ઊંધે માથે પડતું તે વિમાન જોવા મળે છે. પછી રોડ ઉપર જોરથી પટકાતાં અને ધડાકા સાથે અગન-ગોળો બની જતું જોવા મળે છે. આ સાથે તે સ્થળેથી કાળા ધૂમાડાના ગોટે-ગોટા ઉડતા દેખાતા હતા, અને પ્લેનની આજુબાજુ આગની જીભો લટકાતી દેખાતી હતી તેમજ વિમાનના ટુકડાઓમાંથી પણ આગની જીભો લટકાતી દેખાતી હતી. આ જોતાં જ બંનેતરફ ઉભી રહેલી મોટરોમાં બેઠેલા સૌ કોઈએ સહજ રીતે અનુમાન બાંધી લીધું કે તે દુર્ઘટનામાં કોઈ બચે જ નહીં, બચી શકે જ નહીં.

(5:56 PM IST)