<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

આંતરરાષ્ટ્રીય સ્તરે મહાકાળમુખો સનસનાટીભર્યો ધડાકોઃ કોંગોની બે સ્કૂલોમાં ભીષણ પિશાચી આગ: જીવ બચાવવા માસુમ બાળકો બારીમાંથી નીચે કૂદી પડ્યા:૨૬ વિદ્યાર્થીના કરૂણ મોત

શાળાઓમાં ફાટી નીકળેલી અગનજ્વાળાઓએ ૨૬ નિર્દોષ ભૂલકાંઓને સટાકથી જીવતા ભૂંજી નાખ્યા: મોતની ચુંગાલમાંથી બચવા બાળકોએ બારીઓમાંથી છલાંગો લગાવી: ચારેય તરફ ભયાનક કારમી ચીસો: કાળજું કંપાવી દેતી ત્રાસદીથી સમગ્ર વિશ્વમાં ભારે આક્રંદ

નવી દિલ્હી  :મધ્ય આફ્રિકાના દેશ કોંગોમાંથી માનવતાને શરમાવે, હોશ ઉડાડી દે અને રૂવાંડા ઊભા કરી દે તેવો એક અત્યંત ચોંકાવનારો, સનસનાટીભર્યો અને વિસ્ફોટક કાળમુખો આંતરરાષ્ટ્રીય ધડાકો સામે આવ્યો છે! કોંગોની બે અલગ-અલગ શાળાઓમાં અચાનક વિકરાળ અને રાક્ષસી આગ ફાટી નીકળતાં ૨૬ જેટલા માસુમ વિદ્યાર્થીઓના કરૂણ મોત નીપજ્યા છે. આ પિશાચી આગમાંથી જીવ બચાવવા માટે ભૂલકાંઓ સ્કૂલની બારીઓમાંથી નીચે કૂદી પડ્યા હતા.

સ્થાનિક વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, આગની શરૂઆત સૌપ્રથમ નજીકના એક ઘરમાં થઈ હતી. આ વિસ્તારમાં વસ્તી ખૂબ ગીચ છે અને મોટાભાગના ઘર લાકડાના બનેલા હોવાના કારણે આગે ખૂબ જ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોતજોતામાં આ આગ તેની આજુબાજુ આવેલા ફુરાહા સેકેન્ડરી સ્કૂલ અને ઉજામા પ્રાઇમરી સ્કૂલ સુધી પહોંચી ગઈ હતી.

પ્રાંતિય સરકારના આંકડા મુજબ આ ગોઝારી ઘટનામાં કુલ 26 વિદ્યાર્થીઓનાં મોત થયા છે, જેમાં 19 છોકરીઓ અને 7 છોકરાઓ સામેલ છે. આગ અચાનક ફાટી નીકળવા અને ગૂંગળામણભર્યું વાતાવરણ થવાના કારણે કેટલાક વિદ્યાર્થીઓ શાળાની અંદર જ ફસાઈ ગયા હતા, જેના કારણે તેમનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું.

શાળામાંથી બહાર નીકળવાના રસ્તાઓ ખૂબ જ સાંકડા હોવાથી આગ લાગ્યા બાદ ભારે અફરા-તફરી મચી ગઈ હતી. જીવ બચાવવા દોડતી વેળાએ કેટલાક વિદ્યાર્થીઓ નીચે પડી ગયા અને નાસભાગમાં દબાઈ જવાથી પણ તેમનું મૃત્યુ થયું હતું. જીવ બચાવવા માટે ઘણા વિદ્યાર્થીઓ બારીઓમાંથી કૂદી પડ્યા હતા.

(5:15 PM IST)