<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

ડિજિટલ દુનિયામાં પિશાચી ચમત્કારઃ ૧૩ વર્ષની નાની બાળકીએ કોડિંગ વગર AI ની તાકાતથી બનાવી દીધી અદ્ભુત એપ: કલાકોમાં કમાઈ લીધા ૨.૨ લાખ રૂપિયા

ટેક્નોલોજીના રાક્ષસી યુગમાં ધોરણ ૮ ની વિદ્યાર્થીનિએ કોડિંગના કાળમુખા જ્ઞાન વગર મચાવી દીધી ઘાતક તબાહી:કોમ્પ્યુટર જગતના મોટા-મોટા માહિતગારોના હોશ ઉડાડી દેતા આ પિશાચી કારનામાથી આખી દુનિયામાં ફરી ગયો કાળો નાગ: સિસ્ટમનો સટાકથી બોલાઈ ગયો કૂચડો

નવી દિલ્હી:સમગ્ર વૈશ્વિક ટેક જગત, સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ક્ષેત્રને હચમચાવી દેતો, કાળજું કંપાવી દેતો અને કાનમાંથી ધુમાડા કાઢી નાખે તેવો અતિશય વિસ્ફોટક તથા પિશાચી કિસ્સો સામે આવ્યો છે! માત્ર ૧૩ વર્ષની નાની વયની એક તેજસ્વી બાળકીએ પ્રોગ્રામિંગ કે કોડિંગ શીખ્યા વગર માત્ર AI ની મદદથી એક શાનદાર એપ્લિકેશન બનાવી દીધી છે અને થોડા જ કલાકોમાં આશ્ચર્યજનક રીતે રૂ. ૨,૨૦,૦૦૦ (બાર લાખ નહીં પરંતુ બે લાખ વીસ હજાર) રૂપિયાની તોતિંગ કમાણી કરીને આખી દુનિયાના હોશ ઉડાડી દીધા છે. કોડિંગનું કોઈ પણ પ્રારંભિક જ્ઞાન ન હોવા છતાં ચીનના શાંઘાઈની 13 વર્ષની વિદ્યાર્થિની ઝૂ શુહાને પોતાની અંગત સમસ્યામાંથી એક શાનદાર AI બિઝનેસ આઈડિયા વિકસાવ્યો છે. આઠમા ધોરણમાં અભ્યાસ કરતી શુહાન જ્યારે એકલી ભણતી ત્યારે વારંવાર તેનું ધ્યાન ભટકી જતું અને તે છૂપી રીતે મોબાઈલ વાપરવા લાગતી. પોતાના વર્ગના અન્ય બાળકો પણ આ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તે જોતાં તેણે બાળકો પર નજર રાખતી અને તેમને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરતી એક 'વર્ચ્યુઅલ પેરન્ટ' AI એપ તૈયાર કરી લીધી. પ્રોગ્રામિંગનો કોઈ અનુભવ ન હોવા છતાં શુહાને AIના લાર્જ લેંગ્વેજ મોડલને પોતાની સરળ બોલચાલની ભાષામાં પૂરો આઈડિયા સમજાવ્યો અને AI પ્રોગ્રામિંગ ટૂલ્સની મદદથી ટેકનિકલ સમસ્યાઓ ઉકેલી. વિચાર આવ્યાથી લઈને એપના મુખ્ય ફીચર્સ કાર્યરત કરવા સુધી તેને માત્ર ત્રણથી ચાર દિવસનો જ સમય લાગ્યો હતો.

રસપ્રદ વાત એ છે કે શુહાને આ એપમાંથી તે ફીચર જાતે હટાવી દીધું જે બાળકનું ધ્યાન ભટકવા પર 'માતા ગુસ્સે થશે' તેવો એલર્ટ મેસેજ આપતું હતું. શુહાનના મતે તેને ચુગલી પસંદ નથી; તે ઇચ્છે છે કે એપ બાળકો સાથે સૌમ્ય રહે અને તેમને જાતે જ ભૂલ સુધારવાની પૂરતી તક મળે. આ એપનો પહેલો યુઝર તેનો નાનો ભાઈ બન્યો, જે હવે પહેલાં કરતાં વધુ એકાગ્રતાથી ભણવા લાગ્યો છે. હવે શુહાન આ એપની કિંમત ઓછી કરીને તેને વધુમાં વધુ બાળકો સુધી પહોંચાડવાનું આયોજન કરી રહી છે.

(6:45 PM IST)