તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
કેનેડામાં ગૂગલ મેપની મદદથી વિજ્ઞાન જગતની મોટી સફળતા: ૩૯ કરોડ વર્ષ જૂની ભયાનક અવકાશી ઘટનાનું રહસ્ય ખૂલ્યું
સેટેલાઇટ ઇમેજરી દ્વારા વિશાળ ક્રેટરની થઈ શોધ: પૃથ્વી સાથે લુપ્ત થયેલા ઉલ્કાપિંડના ટકરાવના ઐતિહાસિક પુરાવા મળતા વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત

નવી દિલ્હી: કેનેડાના એક દુર્ગમ પહાડી અને જંગલ વિસ્તારમાં ગૂગલ મેપના સ્ક્રીનિંગ દરમિયાન એક અત્યંત વિશિષ્ટ અને વિશાળ ગોળાકાર આકૃતિ નજરે પડતા વૈજ્ઞાનિકો અને સંશોધકો દ્વારા તે સ્થળ પર સઘન અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં આશરે ૩૯ કરોડ વર્ષ પહેલાં અવકાશમાંથી એક અત્યંત વિશાળકાય ઉલ્કાપિંડ પૃથ્વી સાથે ધડાકાભેર ટકરાયો હોવાના ચોંકાવનારા અને ઐતિહાસિક પુરાવા હાથ લાગ્યા છે; ભૂસ્તરશાસ્ત્રીઓના મતે આ ભીષણ ટકરાવના કારણે જમીન પર એક વિશાળ ખાડો એટલે કે ક્રેટર બની ગયું હતું જે સમય જતાં કુદરતી પરિવર્તનોને કારણે ગાઢ જંગલો વચ્ચે છુપાઈ ગયું હતું, પરંતુ હવે આધુનિક સેટેલાઇટ ટેકનોલોજી અને ગૂગલ મેપના ગ્રાઉન્ડ ડેટાના વિશ્લેષણથી આ અતિ પ્રાચીન ખગોળીય ઘટનાની સચોટ વિગતો અને તેના પૃથ્વીના ઇતિહાસ પર થયેલા પ્રભાવોની નવી કડીઓ વૈજ્ઞાનિકોને મળી છે જે આગામી સમયમાં પૃથ્વીના નિર્માણ અને ક્રમિક વિકાસના રહસ્યો સમજવામાં અત્યંત નિર્ણાયક સાબિત થશે.
જોયેલ લાપોઈન્ટે નામના એક કેનેડિયને વીક એન્ડમાં ક્યાંક અજાણી જગ્યાએ ફરવાનો પ્લાન બનાવ્યો. તેણે ગૂગલમાં આસપાસના સ્થળો સર્ચ કર્યા. ગૂગલ મેપમાં એ જુદી જુદી જગ્યાઓ એક્સપ્લોર કરતો હતો ત્યારે એક સ્થળે જઈને તેની નજર અટકી ગઈ. કંઈક જુદો જ ખાડો તેને મેપમાં દેખાયો હતો. એની લંબાઈ અજીબ હતી અને દેખાવ પણ જુદો હતો. એ ખાડો જોવા ગયો. તેણે જરૂરી તપાસ કરી તો ખાસ જાણકારી મળી નહીં. ખાડો સ્થાનિક લોકોએ બનાવ્યો હોય એવી પણ કોઈ જાણકારી મળી નહીં. જોયેલે આ ઘટનાની જાણકારી વિજ્ઞાાનિકોને આપી. પ્રોફેસર જોર્ડન ઓસિન્સ્કી અને ફ્રાન્સના સાયન્ટિસ્ટ જેરોમ ગટ્ટાકેકાએ બીજા એક્સપર્ટ સાથે મળીને આ ઘટનાએ જવાનું નક્કી કર્યું. આસપાસમાં દુર્ગમ જંગલ હતું એટલે ઘણી મુશ્કેલી પડી. આખરે એ સ્થળના સેમ્પલ લીધા. તેનું સઘન નિરીક્ષણ કર્યું તો ખાડો મેન મેડ લાગતો ન હતો. સાયન્ટિફિક પદ્ધતિથી તપાસ કરતાં જણાયું કે આ ખાડો ૩૯ કરોડ વર્ષ પહેલાં એસ્ટ્રોઈડની ટક્કરથી બન્યો હતો. સ્થાનિક વિસ્તારોમાં જે આદિજાતિ રહેતી હતી તેના પરથી આ ખાડાનું નામ ઉહાચાટિક રાખવામાં આવ્યું છે. હવે સંશોધકો આ ક્રેટરની જાણકારી ગ્લોબલ કાઉન્સિલમાં આપવાના છે. જેને ઉલ્કાપિંડ પણ કહેવાય છે તેની ટક્કરથી પૃથ્વી પર ઘણા સ્થળોએ આવા ખાડા પડયા છે, પરંતુ આ ખાડાની ભાળ જે રીતે મળી તે રસપ્રદ છે. ગૂગલ મેપમાં જોતાં કોઈ વ્યક્તિની જિજ્ઞાાસાના કારણે કરોડો વર્ષ જૂની અવકાશી ઘટનાનો પત્તો મળ્યો હોય એવી આ પહેલી ઘટના છે.
(5:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
