<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

મિડલ ઈસ્ટમાં મહાપ્રલય: ઈરાની મિસાઈલોનો અમેરિકી બેઝ પર એવો કેર કે દુનિયા જોતી રહી ગઈ

સેટેલાઈટ તસવીરોમાં મોટો ધડાકો: ૨૨૮ અમેરિકન સૈન્ય ઉપકરણોનો કચ્ચરઘાણ નીકળી ગયો:પેન્ટાગોનના દાવાઓની પોલ ખુલી:શું અમેરિકાએ નુકસાનના આંકડા છુપાવ્યા? રડાર, ડ્રોન અને લડાયક વિમાનો રાખમાં ફેરવાયા:શું હવે ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે?
નવી દિલ્હી: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના મોરચે સૌથી ભયાનક અહેવાલ સામે આવ્યો છે. ઈરાન દ્વારા કરવામાં આવેલા તાજેતરના હવાઈ હુમલાઓમાં અમેરિકાને કલ્પના બહારનું નુકસાન થયું હોવાના પુરાવા સેટેલાઈટ તસવીરો દ્વારા મળ્યા છે. અત્યાર સુધી અમેરિકા 'બધું સલામત છે' તેવા દાવા કરતું હતું, પરંતુ હાઈ-રિઝોલ્યુશન તસવીરોમાં ૨૨૮ જેટલા સૈન્ય સાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર નષ્ટ થયેલા જોવા મળ્યા છે.
વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ મુજબ યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 228 સૈન્ય સંરચનાઓ અને ઉપકરણો નાશ પામ્યા છે અથવા તેને ભારે નુકસાન થયું છે. આ સંખ્યા અમેરિકન સરકાર દ્વારા સત્તાવાર રીતે સ્વીકારવામાં આવેલા આંકડા કરતા ઘણી વધારે છે.
ઈરાને આ હુમલાઓમાં માત્ર ઇમારતોને જ નિશાન બનાવી નથી, પરંતુ અમેરિકાની 'ડિજિટલ નર્વસ સિસ્ટમ' એટલે કે સંચાર અને સુરક્ષા તંત્ર પર સીધો હુમલો કર્યો છે. સેટેલાઇટ તસવીરોના વિશ્લેષણ પરથી જાણવા મળ્યું છે કે તબાહ થયેલી વસ્તુઓમાં નીચેનાનો સમાવેશ થાય છે. સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલતાન એર બેઝ પર ઈંધણ ભરનારા ટેન્કર અને E-3 સેન્ટ્રી એરક્રાફ્ટને નુકસાન થયું છે. કુવૈત અને બહેરીનમાં તૈનાત પેટ્રિયોટ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ અને જોર્ડન તથા UAE માં થાડ (THAAD) રડાર ઉપકરણોને નિશાન બનાવવામાં આવ્યા. અનેક સ્થળો પર ઈંધણ ડેપો, સૈનિકોના રહેવાના બેરેક, જીમ અને ડાઈનિંગ હોલ પણ કાટમાળમાં ફેરવાઈ ગયા છે. કતારના અલ-ઉદેદ એર બેઝ પર મહત્વપૂર્ણ સેટેલાઇટ સંચાર કેન્દ્રો અને રડારને ભારે ક્ષતિ પહોંચી છે.
અભ્યાસમાં એ પણ સામે આવ્યું છે કે અમેરિકન વહીવટીતંત્રે આ નુકસાનને ઘણું ઓછું કરીને બતાવ્યું હતું. જ્યાં સરકારે જીતના દાવા કર્યા હતા, ત્યાં જમીની હકીકત એ છે કે બહેરીનમાં સ્થિત અમેરિકન નૌસેનાના 5મા કાફલાના મુખ્યાલય અને કુવૈતના ત્રણ મુખ્ય મથકો પર અડધાથી વધુ નુકસાન થયું છે. રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 7 અમેરિકન સૈનિકો માર્યા ગયા છે અને 400થી વધુ ઘાયલ થયા છે.

 

(6:42 PM IST)