<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

કેનેડા જવા ઈચ્છુકોને જોરદાર ઝટકો: PR ના નિયમોમાં મસમોટો ફેરફાર: હવે EOI પ્રોફાઇલ માત્ર 12 મહિના જ માન્ય રહેશે

ભારતીયોના સપના પર ‘બ્રેક’: કેનેડા સરકારે ઈમિગ્રેશન નિયમોમાં કર્યો આકરો બદલાવ:જૂની અરજીઓ હવે ઓટોમેટિક થઈ જશે રદ:12 મહિનામાં જો ડ્રોમાં નામ ન આવ્યું તો ફરીથી મહેનત કરવી પડશે:કેનેડાના પીઆર (PR) મેળવવા હવે લોઢાના ચણા ચાવવા જેવું કામ:શું ભારતીય યુવાનો હવે અન્ય દેશો તરફ વળશે?

નવી દિલ્હી: કેનેડામાં સ્થાયી થવા માંગતા લાખો ભારતીયો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કેનેડાના ઈમિગ્રેશન વિભાગે એક્સપ્રેસ એન્ટ્રી અને PR (પરમેનન્ટ રેસિડન્સી) ના નિયમોમાં ધરખમ ફેરફાર કરવાની જાહેરાત કરી છે. નવા નિયમ મુજબ, હવે કોઈ પણ ઉમેદવારની 'Expression of Interest' (EOI) પ્રોફાઇલ માત્ર ૧૨ મહિના સુધી જ સિસ્ટમમાં માન્ય રહેશે.
નોવા સ્કોટિયા પ્રાંત દ્વારા 27 એપ્રિલ 2026ના રોજ જાહેર કરવામાં આવેલા અપડેટ મુજબ, 1 મે 2026થી દાખલ કરવામાં આવતી તમામ નવી EOI પ્રોફાઇલ માત્ર 12 મહિના સુધી જ માન્ય રહેશે. તેનો અર્થ એ છે કે જો કોઈ ઉમેદવારને એક વર્ષની અંદર પસંદ કરવામાં નહીં આવે, તો તેની પ્રોફાઇલ આપમેળે સમાપ્ત થઈ જશે અને તેને ફરીથી નવી EOI દાખલ કરવી પડશે. અગાઉ ઉમેદવારોની પ્રોફાઇલ સમય મર્યાદા વગર પૂલમાં રહી શકતી હતી, જેના કારણે ઘણા જૂની ફાઇલને પણ ચાન્સ મળતો હતો.જાણવા જેવી વાત એ છે કે PR માટે પહેલા ઉમેદવારની EOI પ્રોફાઇલ બનાવવામાં આવે છે. ત્યારબાદ સ્કોર, શિક્ષણ સહિતના તમામ માપદંડ પૂર્ણ થયા પછી સરકાર તરફથી PR માટે આમંત્રણ મળે છે. ત્યાર પછી ઉમેદવાર આમંત્રણ સ્વીકારીને તમામ જરૂરી દસ્તાવેજો મોકલે છે.
નવા નિયમો સાથે સરકારે પહેલાથી હાજર પ્રોફાઇલ માટે પણ નવી વ્યવસ્થા નક્કી કરી છે. જેમણે 1 મે 2024 પહેલાં પોતાની EOI દાખલ કરી હતી, તેમની તમામ પ્રોફાઇલ 1 મે 2026ના રોજ બંધ કરી દેવામાં આવશે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું છે કે પ્રોફાઇલ બંધ થવું એ અરજી નકારી કાઢવામાં આવી હોવાના સમાન નથી. જો આવા ઉમેદવારો પસંદગી પ્રક્રિયામાં રહેવા માંગતા હોય, તો તેમને નવી લાયકાત મુજબ ફરીથી EOI દાખલ કરવી પડશે.

 

(5:22 PM IST)