News of Monday, 28th September 2026
લક્ઝરી કારમાંથી ઊતરીને વડીલ મહિલાને પગે લાગીને ગળે લગાવી અને ગળામાંથી સોનાની ચેઇન તફડાવીને જતી રહી

બ્રેમ્પ્ટન,તા.૨૮: આજકાલના ચોરોનું પણ કહેવું પડે. લક્ઝરી કારમાં ધોળેદહાડે લૂંટ કરવા નીકળે છે. કેનેડાના બ્રેમ્પ્ટનમાં એક રેસિડેન્શિયલ વિસ્તારમાં CCTV કેમેરામાં ચોરીની અજીબ ઘટના કેદ થઈ છે. વિડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા મોટી લક્ઝરી કારમાંથી ઊતરે છે અને પાસે ઊભેલાં વૃદ્ધ માજીને પગે લાગીને જાણે આશીર્વાદ લે છે અને પછી ગળે પણ લગાવે છે. ગળે લગાવીને જાણે વાતચીત કરતી હોય એમ ચોરટી વૃદ્ધ મહિલાને વાતોમાં ભોળવી રાખે છે અને તેના ગળા અને હાથમાંથી જ્વેલરી કાઢીને જતી રહે છે. ૭૮ વર્ષની એ મહિલાને એ પછી તે લૂંટાઈ ગઈ હોવાનો અહેસાસ થાય છે. આ મહિલાના દીકરાનું કહેવું છે કે ચોર લગભગ ૧૧૦ ગ્રામની જ્વેલરી ચોરીને ભાગી ગઈ છે. લગભગ ૧૯ લાખ રૂપિયાની કિમતના દાગીનાની ઇમોશનલ વેલ્યુ ખૂબ વધારે હતી એવું આ મહિલાનું કહેવું છે. હવે કેનેડાની પોલીસ CCTV કેમેરાનાં ફુટેજના આધારે સફેદ લક્ઝરી કાર અને એમાં દેખાતી મહિલાની શોધ કરી રહી છે
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
