તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
હવામાં ઊડતી ફ્લાઈટમાં મુસાફરે કરેલી કાળમુખી મજાકનો ભયાનક ધડાકો: 'હું પ્લેન હાઈજેક કરીને ક્રેશ કરી દઈશ...' ના નારા લગાવતા જ આકાશમાં મચી ગઈ નાસભાગ:પાઈલટે તાત્કાલિક વિમાન પાછું વાળી કરાવ્યું ઈમરજન્સી લેન્ડિંગ
સોય ઝાટક ધમકીથી હવામાં ઝૂલી રહેલા સેંકડો પાયમાલ મુસાફરોના કાનના પડદા ફાટી ગયા: સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવતા પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવી કાળમુખા મુસાફરની ધડપકડ કરાતા તેના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હીઃ હવાઈ મુસાફરી કરી રહેલા નિર્દોષ નાગરિકો માટે આકાશની ઊંચાઈઓમાં જ એક અત્યંત ચોંકાવનારી, ખૌફનાક અને કાળજું કંપાવી દેતી સનસનાટીભરી ઘટના સામે આવી છે! હજારની ફીટની ઊંચાઈએ પૂરઝડપે ઊડી રહેલી પેસેન્જર ફ્લાઈટની અંદર એક વિકૃત માનસિકતા ધરાવતા મુસાફરે અચાનક જ 'હું આ પ્લેનને હાઈજેક કરી લાઈવ ક્રેશ કરી દઈશ!' તેવી મોતના મુખમાં હોમી દેતી ધમકી આપવાનું શરૂ કરી દીધું હતું. આ વિસ્ફોટક અને ભયાનક શબ્દો સાંભળતા જ ફ્લાઈટની અંદર સવાર મુસાફરો અને ક્રૂ મેમ્બર્સમાં ભયાનક અફડાતફડી અને ચીસાચીસ મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, લાસ વેગાસથી નેવાર્ક (ન્યૂ જર્સી) જતી ફ્લાઇટમાં ડાન્ટે મિલ્ન નામના યુવકે તેના જ એક સહકર્મી સાથે ટેક્સ્ટ મેસેજ પર વાતચીત શરૂ કરી હતી. આ દરમિયાન ડ્યુટી પર રહેલી એક ફ્લાઇટ અટેન્ડન્ટની નજર મેસેજ પર પડી, જેમાં "I'm gonna hijack" (એટલે કે હું હાઇજેક કરવા જઈ રહ્યો છું) શબ્દો લખેલા હતા. આ ગંભીર મામલો તરત જ લીડ ફ્લાઇટ અટેન્ડન્ટ અને કેપ્ટન સુધી પહોંચાડવામાં આવ્યો. વિમાને 10,000 ફૂટની ઊંચાઈ વટાવી લીધા બાદ સુરક્ષા પ્રોટોકોલ મુજબ પાયલટે વિમાનને પરત લાસ વેગાસ એરપોર્ટ પર લેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. વિમાન લેન્ડ થતાં જ સુરક્ષા દળોએ ડાન્ટે મિલ્નની અટકાયત કરી લીધી હતી.
પકડાય્યા બાદ પોલીસ પૂછપરછમાં આરોપી ડાન્ટે મિલ્ને દાવો કર્યો હતો કે તે અંડરવોટર વેલ્ડિંગનું કામ કરે છે અને તાલીમ અર્થે લાસ વેગાસ ગયો હતો. તેણે દારૂના નશામાં તેના સહકર્મી સાથે માત્ર મજાકમાં જ આ મેસેજ કર્યા હોવાનું રટણ કર્યું હતું. તેનો ઈરાદો ક્યારેય કોઈને નુકસાન પહોંચાડવાનો કે વિમાન હાઇજેક કરવાનો નહોતો તેમ છતાં શબ્દોની ગંભીરતાને કારણે તેના પર આતંકવાદી ઘટનાથી જોડાયેલી ખોટી માહિતી આપવા અને ધમકીના આરોપસર ગુનો નોંધવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓ વિમાનમાં કરવામાં આવતી આવી બેજવાબદાર મજાકો સામે અત્યંત કડક વલણ અપનાવતી હોય છે.
(6:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
