News of Monday, 2nd November 2026
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી
રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:અમેરિકાના ફ્લોરિડા (Florida) માંથી સમગ્ર વિશ્વના હોશ ઉડાવી દે તેવી એક અત્યંત ચોંકાવનારી, ખૌફનાક અને સનસનાટીભરી રક્તરંજિત વિમાન દુર્ઘટના સામે આવી છે! ફ્લોરિડાના એક અત્યંત વ્યસ્ત હાઈવે પરથી રોજની જેમ વાહનો પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ આકાશમાંથી ટેકનિકલ ખામી સર્જાતાં એક નાનું વિમાન નિયંત્રણ ગુમાવી બેઠું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, 'લિયરજેટ 60' (Learjet 60) નામનું આ પ્રાઇવેટ બિઝનેસ જેટ ટેક્સાસના ઓસ્ટિન-બર્ગસ્ટ્રોમ ઇન્ટરનેશનલ એરપોર્ટથી બહામાસ માટે રવાના થયું હતું. ઓસ્ટિન એરપોર્ટના પ્રવક્તા જિમ રેનોલ્ડ્સે આ દુર્ઘટનાને એક મોટી ત્રાસદી ગણાવી છે. આ વિમાનનો ટેલ નંબર N722BD હતો.
દુર્ઘટના પહેલાં એર ટ્રાફિક કંટ્રોલ સાથેની રેડિયો વાતચીતમાં પાઈલટે જણાવ્યું હતું કે વિમાન પર બરફ જામી રહ્યો છે, બહારનું તાપમાન -47 ડિગ્રી સેલ્સિયસ છે અને મધ્યમ સ્તરનું ટર્બુલેન્સ છે. જો કે, થોડી જ ક્ષણોમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ અને પાયલટે કટોકટી (Emergency) જાહેર કરતાં કહ્યું કે વિમાન 20000 થી 22000 ફૂટ પ્રતિ મિનિટની અત્યંત ઝડપે નીચે જઈ રહ્યું છે અને ઓવરસ્પીડની સ્થિતિ છે.
બેકગ્રાઉન્ડમાં એલાર્મના અવાજો વચ્ચે ક્રૂ વિમાન પર કાબૂ મેળવવાનો આખરી પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે કંટ્રોલરે હિંમત આપતા કહ્યું કે "હું તમારી સાથે છું, વાત કરો." પરંતુ પરિસ્થિતિ વણસતાં કોકપિટમાંથી ભય અને ઘબરાહટનો અવાજ આવ્યો કે, "બહાર જુઓ… હે ભગવાન, હવે અમારી પાસે સમય નથી બચ્યો!" અને આ અંતિમ ચીસ સાથે જ ટ્રાન્સમિશન હંમેશા માટે બંધ થઈ ગયું.
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
