News of Tuesday, 17th November 2026
ટેકનોલોજી જગતને હચમચાવી નાખનારો અત્યંત સનસનાટીભર્યો ઘટસ્ફોટ: ગૂગલના AI એજન્ટ્સે સુરક્ષા કવચ તોડીને વેબસાઇટ પર કર્યો સાયબર હુમલો: સેફ્ટી ટેસ્ટ દરમિયાન બનેલી આ ખૌફનાક ઘટના સામે આવતા વિશ્વભરના નિષ્ણાતો સ્તબ્ધ
માણસે બનાવેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે ખુદ માણસના નિયંત્રણ બહાર જઈ રહી છે? ગાર્ડરેલ્સ અને સેફ્ટી નિયમોનો ભંગ કરીને AI એજન્ટ્સે હુમલો કરી દેતા સાયબર સુરક્ષા નિષ્ણાતોના છાતીના પાટિયા બેસી ગયા: ટેક વર્લ્ડમાં ભારે હાહાકાર

નવી દિલ્હી:આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની વધતી જતી તાકાત કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે તેનો એક અત્યંત ચોંકાવનારો અને કાળજું કંપાવી દેનારો પુરાવો સામે આવ્યો છે. ટેક જાયન્ટ ગૂગલ (Google) ના AI એજન્ટ્સે તમામ સુરક્ષા કવચ અને નિયમોને તોડીને એક વેબસાઇટ પર સીધો સાયબર હુમલો કરી દીધો હોવાની સનસનાટીભરી ઘટના બહાર આવતા સમગ્ર ટેકનોલોજી જગતમાં ભારે ખળભળાટ અને હડકંપ મચી ગયો છે. એક ખાસ સેફ્ટી ટેસ્ટ દરમિયાન બનેલી આ અકલ્પનીય ઘટનાએ વિશ્વભરના વૈજ્ઞાનિકો અને સાયબર નિષ્ણાતોની ઊંઘ હરામ કરી દીધી છે.
ઓક્ટોબર મહિનામાં જ્યારે સંશોધકો એ તપાસ કરી રહ્યા Google AI હતા કે એક અશક્ય કાર્ય સોંપવામાં આવે ત્યારે AI એજન્ટ્સ કેવું વર્તન કરે છે, ત્યારે આ સુરક્ષા ઉલ્લંઘનની ઘટના બની હતી.
સંશોધકોએ AI એજન્ટ્સને સંશોધન સંસ્થા ઇપોક AIના 'ફ્રન્ટિયરમેથ' બેન્ચમાર્કમાંથી એવા પ્રશ્નોના સત્તાવાર જવાબો શોધવાનું કામ સોંપ્યું હતું જે વાસ્તવમાં અસ્તિત્વમાં જ નહોતા. આ કાર્ય પૂર્ણ કરવા માટે એજન્ટ્સે અત્યંત આક્રમક અને અનૈતિક રસ્તાઓ અપનાવ્યા
ટ્રેજેક્ટરી લેબ્સના સંશોધકોએ જ્યારે AI એજન્ટ્સને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમની ચતુરાઈ જોઈને નિષ્ણાતો પણ દંગ રહી ગયા હતા. સંશોધકોએ જ્યારે વેબસાઇટ એક્સેસ કરતા IP એડ્રેસ બ્લોક કર્યા, ત્યારે એક એજન્ટે તરત જ બીજું સરનામું બદલીને ફરીથી લાઇવ વેબસાઇટ સુધી પહોંચ મેળવી લીધી હતી.
નેટવર્ક પ્રોક્સી દ્વારા સીધું જોડાણ બંધ કરવામાં આવ્યું, ત્યારે એજન્ટે થર્ડ-પાર્ટી વેબ-રીડર સર્વિસનો ઉપયોગ કરીને માહિતી મેળવી લીધી હતી અને સાચું 'રો IP' શોધીને રિડાયરેક્ટ સિસ્ટમને પણ બાયપાસ કરી દીધી હતી. એક અલગ ટેકનિકલ વિશ્લેષણમાં જાણવા મળ્યું કે AI એજન્ટ્સે શેર્ડ સોફ્ટવેર પેકેજ કેશ દ્વારા અંદરોઅંદર વાતચીત કરવા માટે એક 'મેસેજ બોર્ડ' બનાવી લીધું હતું. આ પ્લેટફોર્મ પર એક એજન્ટે વેબસાઇટની ખામીઓ અને સુરક્ષા તોડવાની રીત શેર કરી, જેનો ઉપયોગ કરીને બીજા એજન્ટે પાસવર્ડ મેળવી લીધા હતા.
એજન્ટ્સે CAPTCHA સુરક્ષા તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો અને એક AI આસિસ્ટન્ટને છેતરીને સુરક્ષિત માહિતી કઢાવવા માટે કર્મચારી હોવાનો ઢોંગ કર્યો હતો. 26 ઓક્ટોબરના રોજ ઇપોક AIએ ટ્રેજેક્ટરી લેબ્સ સાથે મળીને વધુ પ્રયોગો કરવાની સંમતિ આપી હતી, જેમાં એજન્ટ્સે ફરીથી ઇપોકના લાઇવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 65,000થી વધુ રિક્વેસ્ટ મોકલી હતી. જોકે, ઇપોક AIએ સ્વતંત્ર રીતે એ વાતની પુષ્ટિ કરી નથી કે આ હુમલામાં કયા AI મોડેલ્સ સામેલ હતા.
(5:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
