તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
આપણા સૂર્યમંડળની સીમાઓથી હજારો પ્રકાશવર્ષ દૂર આવેલા એક વિચિત્ર અને રહસ્યમય એક્સોપ્લેનેટ એટલે કે 'ટીઓઆઈ-૧૪૫૨ બી' પર વૈજ્ઞાનિકોના અત્યાધુનિક સંશોધનો દ્વારા પ્રવાહી સ્વરૂપમાં પાણી હોવાના ચોંકાવનારા અને અદ્ભુત પુરાવા મળી આવ્યા
પૃથ્વી સિવાય અન્ય કોઈ દુનિયા પર જીવનની શક્યતાઓને ઉજાગર કરતી આ ક્રાંતિકારી શોધ: અંતરિક્ષની આ મહાસાંકેતિક સચ્ચાઈ સામે આવતા જ ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:આખી દુનિયાની નજર જેની પર છે તેવા અંતરિક્ષ જગતમાંથી માનવજાતને હચમચાવી મૂકે તેવા અને વૈજ્ઞાનિક ક્ષેત્રે મોટો ભૂકંપ સર્જે તેવા અત્યંત ચોંકાવનારા, ખૌફનાક અને સનસનાટીભર્યા અહેવાલો સામે આવ્યા છે! આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્રીઓની ટીમે આપણા પોતાના સૌર મંડળથી અત્યંત દૂર આવેલા TOI-1452 b નામના ગ્રહ પર ઊંડા અભ્યાસ અને ટેલિસ્કોપિક ઓબ્ઝર્વેશન બાદ એક શાનદાર દાવો કર્યો છે.
આ વિશિષ્ટ સંશોધન કેનેડાની મોન્ટ્રીઅલ યુનિવર્સિટીના ચાર્લ્સ કેડીએસ(પીએચડીનો વિદ્યાર્થી છે) અને તેની ટીમના વિજ્ઞાાનીઓએ કર્યું છે. મોન્ટ્રીઅલ યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રીઓની ટીમે અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડિમિનિસ્ટ્રેશન(નાસા)ના ટ્રાન્ઝિટટિંગ એક્ઝોપ્લેનેટ સર્વે સેટેલાઇટ( ટીઇઇએસ) સ્પેસ ટેલિસ્કોપ દ્વારા મેળવવામાં આવેલી સંશોધનાત્મક માહિતીના આધારે આ વિશિષ્ટ એક્ઝોપ્લેેનેટની શોધ કરી છે.
મોન્ટ્રીઅલ યુનિવર્સિટીનાં સૂત્રોએ એવી રસપ્રદ માહિતી આપી છે કે નવો શોધાયેલો એક્ઝોપ્લેનેટ ટીઓઆઇ - ૧૪૫૨ બી પૃથ્વીથી ૧૦૦ પ્રકાશ વર્ષના દૂરના અંતરે ડ્રેકો નક્ષત્રમાં આવેલો છે. આ ગ્રહ રેડ ડ્વાર્ફ સ્ટાર( લાલ રંગી નાના તારો) ફરતે ગોળ ગોળ ફરે છે. આશ્ચર્યની બાબત તો એ છે કે આ ગ્રહ તેના પિતૃ તારા ફરતે ફક્ત ૧૧.૧ દિવસમાં એક પ્રદક્ષિણા પૂરી કરે છે. આ ગ્રહની ત્રિજ્યા આપણી પૃથ્વીની ત્રિજ્યા કરતાં ૭૦ ટકા ગણી વધુ છે. (આપણી પૃથ્વીની ત્રિજ્યા ૬,૩૭૮ કિલોમીટર છે, જ્યારે વ્યાસ ૧૨,૭૫૬ કિલોમીટર છે. જ્યારે તેનું દળ પૃથ્વીના દળ કરતાં પાંચ ગણું વધુ છે.
ટીઓઆઇ - ૧૪૫૨ બી એક્ઝોપ્લેનેટનું સૌથી વિશિષ્ટ અનેઅદભુત પાસું એ છે કે તેની ધરતી પર પ્રવાહી સ્વરૂપમાં વિપુલ જળ રાશિ હોવાની પૂરી શક્યતા છે. વળી, આ ગ્રહ જે પિતૃ તારા ફરતે પ્રદક્ષિણા કરે છે તે તારો આપણા સૂર્ય કરતાં નાનો અને વધુ ઠંડો છે. ઉપરાંત, આપણા સૂર્યમંડળના ઇવિનિંગ સ્ટાર ગણાતા શુક્ર ગ્રહને જેટલો સૂર્યપ્રકાશ મળે છે લગભગ એટલો જ સૂર્યપ્રકાશ આ ગ્રહને પણ તેના પિતૃ તારા દ્વારા મળે છે. સાથોસાથ આ ગ્રહ તેના પિતૃ તારાથી હેબીટેબલ ઝોન(જીવનની શક્યતા હોવાના અંતરનું ક્ષેત્ર)માં પણ છે. આમ આ બધાં પરિબળો દ્વારા એવો મજબૂત સંકેત મળે છે કે ટીઓઆઇ - ૧૪૫૨ બી એક્ઝોપ્લેનેટ પર પ્રવાહી સ્વરૂપમાં વિપુલ જળ રાશિ હશે. એટલે કે આપણી પૃથ્વી પર જેવું ખળખળ વહેતું પાણી છે તેવું પાણી.
મોન્ટ્રઅલ યુનિવર્સિટીનાં સૂત્રોએ એવી મહત્વની માહિતી પણ આપી છે કે ટીઓઆઇ - ૧૪૫૨ બી એક્ઝોપ્લેનેટ પર તેના કુલ દળના પ્રમાણમાં લગભગ ૩૦ ટકા જેટલી પ્રવાહી જળ રાશિ હોવાની સંભાવના છે.એટલે કે આપણી પૃથ્વી પર જેટલું પ્રવાહી પાણી છે તેના કરતાં વધુ. આ ગ્રહના વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ હોવાનું પણ સંશોધન થયું છે.
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
