<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

જિયોપોલિટિક્સમાં કાન ફાડી નાખતો ભયાનક ધડાકોઃ ભારત વિરોધી પાકિસ્તાનનો સાથ આપનારા તૂર્કિયેનો અચાનક યુ-ટર્ન: એર્દોગનનો નવો માસ્ટરપ્લાન સટાકથી લીક

પાકિસ્તાનના પિઠ્ઠુ ગણાતા તૂર્કિયેને ભારતની તાકાત સમજાઈ:પૂર્વના વલણથી પલટી મારીને ભારત સાથે ગાઢ સબંધો બાંધવા આતુરઃ રાષ્ટ્રપતિ એર્દોગનના માસ્ટરપ્લાનથી ઈસ્લામાબાદમાં ભયાનક સન્નાટો અને ફફડાટ

નવી દિલ્હી: વૈશ્વિક રાજકારણ અને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની વધી રહેલી વાસ્તવિક તાકાત આગળ આખરે દુશ્મન દેશોએ ઝૂકવું પડ્યું હોય તેવો એક અતિ-સનસનાટીભર્યો અને કાળજું ધ્રૂજાવી દેતો ભયાનક ધડાકો થયો છે! અત્યાર સુધી કાશ્મીર મુદ્દે અને વૈશ્વિક સ્તરે પાકિસ્તાનની બાજુ લઈને ભારત સામે ઝેર ઓકતા તૂર્કિયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને સટાકથી ૧૮૦ ડિગ્રીનો યુ-ટર્ન મારી લીધો છે. પાકિસ્તાનનો સાથ છોડીને હવે ભારત સાથે સંબંધો સુધારવા માટે એર્દોગને એક ગુપ્ત અને નવો રાક્ષસી માસ્ટરપ્લાન તૈયાર કર્યો હોવાની વાત સામે આવી છે.
તૂર્કિયે શંઘાઈ સહયોગ સંગઠન (SCO)નું પૂર્ણ સભ્ય બનવા માટે પણ ઈચ્છુક છે. જો આમ થશે તો SCOમાં એક ગઠબંધન દેશ તરીકે NATOના વધુ એક દેશની એન્ટ્રી થશે. જોકે, તૂર્કિયેના પ્રમુખ રજબ તૈયબ એર્દોગને સ્પષ્ટતા કરી છે કે આ પગલાનો અર્થ એવો બિલકુલ નથી કે તૂર્કિયે અન્ય વૈશ્વિક ગઠબંધનો કે પશ્ચિમી દેશો સાથેના પોતાના સંબંધોથી દૂર થઈ રહ્યું છે.
ભારત સાથે સંબંધો સુધારવા પાછળનું એક મોટું કારણ આર્થિક લાભ પણ છે. તૂર્કિયે ભારતીય વેપાર, વિદેશી રોકાણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પોતાની પહોંચ વધારવા માંગે છે. આ ઉપરાંત ભારતીય પ્રવાસીઓ પણ તૂર્કિયેના ટૂરિઝમ અને અર્થતંત્રમાં ખૂબ મોટો ફાળો આપે છે. બંને દેશો વચ્ચેના વેપારની વાત કરીએ તો તૂર્કિયે ભારતને માર્બલ, મશીનરી અને કૃષિ ક્ષેત્રની ચીજવસ્તુઓની નિકાસ કરે છે, જ્યારે ભારત તૂર્કિયેને કેમિકલ્સ, મશીનરી અને ઓટોમોબાઈલ પાર્ટ્સ મોકલે છે.
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહીની તૂર્કિયેએ આકરી ટીકા કરી હતી. આ ઉપરાંત ભારતે હાથ ધરેલા ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને ભારત સામે તૂર્કિયેમાં બનેલા ડ્રોનનો ઉપયોગ કર્યો હોવાના પણ અહેવાલો આવ્યા હતા. પ્રમુખ એર્દોગન પણ સતત જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કરતા આવ્યા છે, જે બંને દેશો વચ્ચેના તણાવનું મુખ્ય કારણ રહ્યું છે. જોકે, તૂર્કિયેએ સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાન સાથે તેનું સૈન્ય સહયોગ જૂના સંરક્ષણ કરાર મુજબ છે અને તે ભારત સામે મદદ કરવાનો કોઈ નવો રસ્તો નથી.

 

(5:34 PM IST)