<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

સગી માતાના પ્રેમમાં અંધ થઈ યુવકે તોડયો હસતો-રમતો પરિવાર

કલિયુગની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવીઃ જેને સાંભળીને કોઈપણનું માથું શરમથી ઝુકી જશે : વર્ષો જૂના લગ્નજીવનનો પળવારમાં અંત આણી દીધોઃ પોતાની માતા સાથે સબંધો બાંધ્‍યા

લંડન,તા.૯: દુનિયામાં માતા અને પુત્રનો સંબંધ સૌથી પવિત્ર અને નિઃસ્‍વાર્થ માનવામાં આવે છે, પરંતુ બ્રિટનમાંથી એક એવો કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો છે, જેણે આ પવિત્ર સંબંધને કલંકિત કરવા સાથે માનવતા અને સામાજિક વ્‍યવસ્‍થાને હચમચાવી દીધી છે. અહીં એક વ્‍યક્‍તિ પોતાની સગી માતાના પ્રેમમાં એટલો અંધ થઈ ગયો કે, તેણે પત્‍ની અને બાળકો સાથેના પોતાના વર્ષો જૂના લગ્નજીવનનો પળવારમાં અંત આણી દીધો હતો, અને પોતાની માતા સાથે સબંધો બાંધ્‍યા છે.

કલિયુગની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેને સાંભળીને કોઈપણનું માથું શરમથી ઝુકી જશે. યુકે (UK)નો એક પરિણીત યુવક પોતાની સગી માતાના પ્રેમમાં એટલો પાગલ થઈ ગયો કે, તેણે પોતાની પત્‍ની અને નાના-નાના બાળકોને છોડીને માતા સાથે નવું જીવન શરૂ કરી દીધું હતું. આ મામલો માત્ર બ્રિટન જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્‍યો છે.

કહાનીની શરૂ થાય છે કિમ વેસ્‍ટથી. કિમ જ્‍યારે ૧૯ વર્ષની હતી, ત્‍યારે કેલિફોર્નિયામાં અભ્‍યાસ દરમિયાન તેણે બેન ફોર્ડને જન્‍મ આપ્‍યો હતો. એક અઠવાડિયા પછી તે બાળકની સંભાળ રાખી શકી નહીં અને, તેને દત્તક આપી દીધો હતો. ત્‍યાર બાદ કિમ પાછી યુકે આવી ગઈ, માતા-પુત્ર વચ્‍ચે ૩૦ વર્ષ સુધી કોઈ સંપર્ક રહ્યો નહોતો. ૨૦૧૩માં બેન ફોર્ડ જે તે સમયે કોલોરાડોમાં પોતાની પત્‍ની અને બાળકો સાથે રહેતો હતો, તે પોતાના માતા-પિતાને શોધવા લાગ્‍યો હતો. તેણે સફળતાપૂર્વક કિમ વેસ્‍ટ સુધી પહોંચ બનાવી અને તેમને પત્ર લખ્‍યો હતો, પરંતુ માતા-પુત્રનું આ મિલન ઘણું શરમજનક વળાંક લેવાનું હતું.

શરૂઆતમાં માતા-પુત્રની વાતચીત માત્ર પત્રો અને ફોન કોલ્‍સ સુધી મર્યાદિત હતી, પરંતુ ૨૦૧૪માં બંને આમને-સામને મળ્‍યા. મિલન પછી જે થયું, તે વિચારીને પણ રૂવાડા ઉભા થઈ જાય છે. માતા અને પુત્ર વચ્‍ચે આકર્ષણ એટલી ઝડપથી વધ્‍યું કે, બંનેએ નૈતિકતાની તમામ હદો પાર કરી દીધી હતી. તેઓ શારીરિક રીતે એકબીજાની નજીક આવ્‍યા અને શારીરિક સંબંધો બાંધવા લાગ્‍યા હતા. બેન એટલો પ્રભાવિત થયો કે, તેણે પોતાની પત્‍ની અને બાળકોને છોડવાનો નિર્ણય કરી લીધો હતો. બેને પોતાની પત્‍નીને જણાવ્‍યું કે, તે પોતાની માતા સાથે રહેવા માંગે છે, અને તેનો પરિવાર સદમામાં આવી ગયો હતો. કિમ હવે ૫૦ વય વટાવી ચૂકી છે અને બેન પણ વયસ્‍ક છે. બંનેએ સાર્વજાનિક રૂપે પોતાના સંબંધનો સ્‍વીકાર કર્યો છે. કિમે મીડિયાને જણાવ્‍યું કે, આ તેમના માટે સામાન્‍ય પ્રેમ નથી, પરંતુ તીવ્ર આકર્ષણ છે, જેને નિષ્‍ણાતો 'જેનેટિક સેક્‍સ્‍યુઅલ એટ્રેક્‍શન' (GSA) કહે છે.

(10:01 AM IST)