News of Friday, 26th June 2026
૪૧ વર્ષ બાદ કેનેડાની ધરતી પર સત્યનો સ્વીકાર: એર ઇન્ડિયા 'કનિષ્ક' હોનારત પાછળ ખાલિસ્તાની કાવતરું હોવાનું કેનેડાએ સત્તાવાર રીતે માન્યું: ભારતની વિદેશ નીતિ અને રાજદ્વારી દબાણ સામે જસ્ટિન ટ્રુડો સરકાર નમી, ૩૨૯ નિર્દોષ ભોગ બનનારાઓના પરિવારોને આખરે મળ્યો ન્યાય
૧૯૮૫ના કાળા ઇતિહાસનું સૌથી મોટું પ્રકરણ ઓપન: આયર્લેન્ડના આકાશમાં વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ક્રૂર ઘટનામાં ખાલિસ્તાની આતંકી બાબાર ખાલસા જૂથ કનેક્શન કન્ફર્મ: ગ્લોબલ એન્ટી-ટેરર ફોરમ અને ભારતીય વિદેશ મંત્રાલયના સતત વલણનો વૈશ્વિક વિજય

નવી દિલ્હી:ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ભારે રાજદ્વારી તણાવ વચ્ચે એક બહુ જ મોટા અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. ગ્લોબલ સિક્યોરિટી કાઉન્સિલ, ઇન્ટરનેશનલ કાઉન્ટર-ટેરરિઝમ વિંગ એન્ડ ઇન્ડો-કેનેડિયન અફેર્સ ડેસ્ક રિપોર્ટ મુજબ, વર્ષ ૧૯૮૫માં બનેલી એર ઇન્ડિયા 'કનિષ્ક' (Flight 182) બોમ્બ બ્લાસ્ટની દુર્ઘટના અંગે કેનેડા સરકારે આખરે સ્વીકારાત્મક વલણ અપનાવ્યું છે. વર્ષો સુધી પુરાવાઓને નજરઅંદાજ કર્યા બાદ અને આતંકી તત્વોને આડકતરું રક્ષણ આપવાના આરોપો વચ્ચે, કેનેડાએ સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે આ આખી હોનારત પાછળ કેનેડા સ્થિત ખાલિસ્તાની આતંકવાદીઓનો જ હાથ હતો. ૨૩ જૂન ૧૯૮૫ના રોજ મોન્ટ્રિયલથી લંડન થઈને દિલ્હી આવી રહેલા આ વિમાનમાં ટાઈમ બોમ્બ ફિટ કરવામાં આવ્યો હતો, જે આયર્લેન્ડના દરિયા કિનારાથી થોડે દૂર હવામાં જ બ્લાસ્ટ થયો હતો. આ હુમલામાં વિમાનમાં સવાર તમામ ૩૨૯ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના મોત થયા હતા, જેમાં મોટાભાગના ભારતીય મૂળના કેનેડિયન નાગરિકો હતા. ભારતે આ ઘટના માટે કટ્ટરપંથી સંગઠન 'બબ્બર ખાલસા' ના આતંકી તલવિન્દર સિંહ પરમાર અને તેના સાથીદારોના પાકા પુરાવા આપ્યા હતા.
આ ઘટના 23 જૂન, 1985ના રોજ ઘટી હતી. કેનેડાના મોન્ટ્રિયલ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાની ફ્લાઈટ 182 (સમ્રાટ કનિષ્ક)એ મુંબઈ આવવા માટે ટેક ઓફ કર્યું હતું, જેનું લંડનમાં હોલ્ટ હતું. આ વિમાન જ્યારે આઇરિશ કોસ્ટથી આશરે 200 માઇલ દૂર એટલાન્ટિક મહાસાગર પર 31,000 ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું, ત્યારે અચાનક રડારમાંથી ગાયબ થઈ ગયું. આતંકી સંગઠન 'બબ્બર ખાલસા'ના આતંકવાદીઓએ વિમાનના કાર્ગો હોલ્ડ (સામાન રાખવાની જગ્યા)માં બોમ્બ ગોઠવ્યો હતો. હીથ્રો એરપોર્ટ પર પ્લેન લેન્ડ થાય તેના 45 મિનિટ પહેલા જ હવામાં આ બોમ્બ ફાટ્યો અને 82 બાળકો તેમજ 4 નવજાત શિશુઓ સહિત કુલ 329 નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા. આ અકસ્માત સમુદ્રની ઉપર થયો હોવાથી એટલાન્ટિક મહાસાગરમાંથી માત્ર 131 મૃતદેહ જ મળી શક્યા હતા.
આતંકવાદના પીડિતોની યાદમાં મનાવવામાં આવતા રાષ્ટ્રીય દિવસ પર CSISએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ વાત જાહેર કરી છે. એજન્સીએ લખ્યું કે, '23 જૂન, 1985ના રોજ કેનેડામાં સક્રિય ખાલિસ્તાની ચરમપંથીઓએ વિમાનમાં બોમ્બ મૂક્યો હતો, જેના કારણે તેમાં સવાર તમામ લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગના કેનેડિયન નાગરિકો હતા. તે સમયે CSISની સ્થાપનાને 1 વર્ષથી પણ ઓછો સમય થયો હતો અને આ ભયાનક ટ્રેજેડીએ તેમની સુરક્ષા વ્યવસ્થાના વિકાસને એક નવી દિશા આપી હતી.'
(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
