News of Friday, 1st May 2026
AI ના સપના મોંઘા પડ્યા: રોબોટ કે સોફ્ટવેર કરતા ‘માણસ’ પાસે કામ કરાવવું હજુ પણ સસ્તું:MIT ના સર્વેમાં મોટો ધડાકો
ટેકનોલોજીની હવામાં ‘પંચર’: AI સિસ્ટમ વસાવવાનો અને ચલાવવાનો ખર્ચ આસમાને:કંપનીઓ માટે માણસને પગાર આપવો વધુ પરવડે તેવો હોવાનો ખુલાસો: 80% કામોમાં હજુ પણ ‘હ્યુમન ટચ’ જ આર્થિક રીતે ફાયદાકારક:શું છટણીનો દોર અટકશે? મસમોટા દાવાઓ વચ્ચે રિયાલિટી ચેક

નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) માણસોની નોકરીઓ ખાઈ જશે તેવા ડર વચ્ચે એક રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. વિશ્વપ્રસિદ્ધ સંસ્થા MIT ના સંશોધકોએ કરેલા અભ્યાસમાં બહાર આવ્યું છે કે, અત્યારે જે રીતે AI નો પ્રચાર કરવામાં આવે છે તેના કરતા વાસ્તવિકતા અલગ છે. મોટાભાગના વ્યવસાયોમાં AI ટેકનોલોજીને ઇન્સ્ટોલ કરવાનો અને તેને મેન્ટેન કરવાનો ખર્ચ એટલો વધારે છે કે તેની સામે માણસને માસિક પગાર આપીને કામ કરાવવું ઘણું સસ્તું પડે છે.
એનવીડિયાના ઉપપ્રમુખ બ્રાયન કટનજારોએ કહ્યું હતું કે એઆઈની કોસ્ટ માણસથી ક્યાંક વધારે છે. એમઆઈટીના રિસર્ચને ટાંકીને તેમણે કહ્યું: ૨૩ ટકા વિઝન આધારિત ટાસ્કમાં એઆઈનો ઉપયોગ ફાયદેમંદ છે. તે સિવાય ૭૭ ટકા કામોમાં માણસ જ સસ્તું કામ કરી શકે છે. મારી ટીમ માટે એઆઈ ટેકનોલોજી ચલાવવાનો ખર્ચ કર્મચારીઓના પગાર કરતાં ક્યાંય વધારે થાય છે. આવી જ વાત ઉબરના સીટીઓએ પણ કરી હતી કે એઆઈ ટૂલ્સ ખરીદવામાં તેમનું બજેટ ખૂબ વધી ગયું છે. સમસ્યા માત્ર બજેટ વધી જવાની પણ નથી. ભરોસાની પણ છે. એઆઈ ટેકનોલોજી એરર વગર કામ કરશે એવો ભરોસો રાખી શકાતો નથી.
મોર્ગન સ્ટેન્લીએ એક અહેવાલમાં કહ્યું હતું કે ટેકનોલોજી કંપનીઓએ આ વર્ષે એઆઈ અને તેને લગતી વ્યવસ્થા માટે ૭૪૦ અબજ ડોલરનો ખર્ચ કર્યો છે, જે એક જ વર્ષમાં ૬૯ ટકા વધારે છે. એઆઈ ટૂલ્સ મોંઘા હોવા છતાં કંપનીઓ એના તરફ ધ્યાન આપી રહી છે તેનું પણ જુદું કારણ છે. એવી વ્યાપક માન્યતા છે કે આગામી સમયમાં એઆઈ ટેકનોલોજી ૯૦ ટકા સુધી સસ્તી થઈ જશે. અત્યારે વીજળીનો ઉપયોગ એઆઈ પાછળ ખૂબ થાય છે એટલે ટેકનોલોજી ખૂબ મોંઘી છે, પરંતુ વીજળીનો કંઈક યોગ્ય ઉકેલ આવશે ત્યારે ટેકનોલોજી સસ્તી થઈ જશે. એવી ધારણા પણ છે કે એઆઈ ટેકનોલોજી આપતી કંપનીઓ પછીથી ઉપયોગ મુજબ ચાર્જ વસૂલશે એટલે ટેકનોલોજી સસ્તી થશે. અત્યારે એઆઈ ટૂલ્સ મોંઘાં હોવા છતાં ટેક કંપનીઓ એટલે એઆઈમાં રોકાણ કરી રહી છે કે જ્યારે આ ટૂલ્સ સસ્તાં થઈ જશે ત્યારે વધારે સારી રીતે કામ કરી શકાશે. વળી, અત્યારે જો એઆઈ ટેકનોલોજી એડપ્ટ ન કરી તો પાછળ રહી જવાશે એવો ડર પણ એઆઈ કંપનીઓને સતાવી રહ્યો છે.
(5:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
