તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
'હવા નીકળી ગઈ...', ઈરાન પર હુમલા અટકાવવાના નિર્ણય બાદ મીડિયાએ ટ્રમ્પની મજાક ઉડાવી
યુદ્ધની ધમકીઓ આપ્યા બાદ આખરી ઘડીએ પીછેહઠ કરતા વૈશ્વિક મીડિયા અને વિરોધીઓનું આકરૂ વલણ: તીખા પ્રહારોથી રાજકારણ ગરમાયું

નવી દિલ્હી:ઈરાન સામે સૈન્ય કાર્યવાહી કરવાની મોટી-મોટી ધમકીઓ આપ્યા બાદ આખરી ઘડીએ હુમલાનો નિર્ણય રદ કે મુલતવી રાખવાના પગલાંથી અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આંતરરાષ્ટ્રીય સ્તરે મીડિયા અને રાજકીય વિરોધીઓના ભારે નિશાના પર આવ્યા છે. યુદ્ધ જેવી તંગદિલી ઉભી કર્યા બાદ અચાનક પીછેહઠ કરી લેતા વૈશ્વિક મીડિયાએ "ટ્રમ્પની હવા નીકળી ગઈ" જેવા આકરા શબ્દો સાથે તેમની ભારે મજાક ઉડાવી છે. એક તરફ જ્યાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે માનવસંહાર રોકવા અને મુત્સદ્દીગીરીને તક આપવા માટે તેમણે હુમલાનો આદેશ રોક્યો છે, ત્યાં બીજી તરફ આંતરરાષ્ટ્રીય વિશ્લેષકો તેને તેમની નબળી વિદેશ નીતિ અને રાજકીય નાટક ગણાવી રહ્યા છે. આ ઘટનાને પગલે વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને ટ્રમ્પના આ નિર્ણય પર તીખી પ્રતિક્રિયાઓનો દોર શરૂ થયો છે.
ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા સાઈટ 'ટ્રુથ' (Truth Social) પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, પ્રાદેશિક દેશોની વિનંતી બાદ આ નિર્ણય લેવાયો છે. તેમણે દાવો કર્યો કે આ કરારમાં હોર્મુઝ સ્ટ્રેટને (Strait of Hormuz) તાત્કાલિક અને સંપૂર્ણ રીતે ખોલવાનો સમાવેશ થાય છે.
ઈરાનની સરકારી મીડિયાએ ટ્રમ્પના એક પણ દાવાની પુષ્ટિ કરી નથી. અર્ધ-સરકારી સમાચાર એજન્સી 'ફાર્સ' એ આ ઘટનાને વોશિંગ્ટનની પીછેહઠ ગણાવતા લખ્યું કે, "મૂર્ખ ટ્રમ્પનો દમ નીકળી ગયો છે." ઈરાની એજન્સીઓએ જણાવ્યું કે ટ્રમ્પ પોતાની ખાલી ધમકીઓથી ફરી એકવાર પાછળ હટી ગયા છે અને પોતાની પાછળ હટવાની મજબૂરીને એહસાન તરીકે રજૂ કરી રહ્યા છે. ઈરાની સૈન્ય અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેમની સેના હાઈ એલર્ટ પર છે.
ટ્રમ્પના હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાના દાવાને પણ ઈરાને સ્પષ્ટપણે ફગાવી દીધો છે. ફાર્સ એજન્સીએ જણાવ્યું કે જ્યાં સુધી અમેરિકા પોતાની દુશ્મનાવટ ભરી હરકતો ચાલુ રાખશે ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ બંધ જ રહેશે. આ ઉપરાંત ઈરાની એજન્સી 'તસ્નીમ' દ્વારા પશ્ચિમી મીડિયા રિપોર્ટ્સનો હવાલો આપીને દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકા પાસે એર ડિફેન્સ મિસાઈલોનો સ્ટોક ખૂટી ગયો છે, જેના કારણે ટ્રમ્પને હુમલા રોકવાની ફરજ પડી છે.
(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
